મોરબી, મોરબીમાં એક બંગલામાંથી એક કીલો અને 100 ગ્રામ સોનાની અને 15 લાખ રોકડ રકમની ચોરી થઈ છે. શંકાનો દાયરો બંગલાના ચોકીદાર પર છે કારણ કે ચોરી પછી સીસીટીવી કેમેરા સાથે બંગલાનો ચોકીદાર અને તેનો પરિવાર ગુમ થઈ ગયા છે.
Advertisement
Advertisement
આ ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસે ચારેય તરફ સૂત્રોને એલર્ટ કરી દીધા છે. બનાવની વિગત એવી છે કે મોરબીમાં આજે સોમવારે એક મકાનમાંથી 1100 ગ્રામ સોના (1.10 કિલો) અનેરોકડ રૂ. 15 લાખની ચોકાયાજીપ્લોટ મેઈન રોડ પર હિમાંશુ ચંડીભમ્મરના મકાનમાંથી ચોરી થઈ છે. .
ઘટનાની મળતી વિગતો મુજબ મોરબીના હિમાંશુ ચંડીભમ્મરના મકાનમાંથી 1100 ગ્રામ સોનું અનેરૂ. 15 લાખ રોકડ હતા. પરિવારે બનાવ અંગે પોલીસને જાણ કરતાં પ્રાથમિક તપાસમાં ઘરનો ચોકીદાર પરિવાર સાથે ગાયબછે. એ ડિવિઝન પોલીસેફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.
પોલીસે ઘરની તપાસ કરતાં ચોરી કરનારા સીસીટીવી અને ડીવીઆર પણ ઊઠાવી ગયા છે. કદાચ હાલના તબક્કામાં મોરબી પંથકમાં આ મોટી ચોરી હશે.
Advertisement