ગુજરાતની જાણીતી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દેશ અને વિદેશમાં સ્થાયી થયા છે. ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ ઊંચા હોદ્દાઓ પર છે અને નામના પણ મેળવી છે. જોકે તેની સામે યુનિવર્સિટીનું ડોનેશન ઘણું ઓછું કહી શકાય, તેમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો 2022-23ના નાણાકિય વર્ષમાં યુનિવર્સિટીને મળેલા ડોનેશનમાં જંગી ઘટાડો થયો છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ આપેલી જાણકારી પ્રમાણે પાંચ વર્ષમાં યુનિવર્સિટીને સૌથી વધારે 3.50 કરોડનું ડોનેશન 2021-22ના વર્ષમાં મળ્યું હતું.
જોકે 2022-23ના નાણાકીય વર્ષમાં યુનિવર્સિટીને મળેલા ડોનેશનમાં ઘટાડો થયો છે અને પાંચ વર્ષમાં સૌથી ઓછું 45 લાખ રુપિયા ડોનેશન 2019-20માં મળ્યું હતું.
યુનિવર્સિટીના ડોનેશન સેલનું કહેવું છે કે, અગાઉની સરખામણીમાં યુનિવર્સિટીને મળતા ડોનેશનમાં વધારો થયો છે, જેમાં 2012થી 2017ના સમયગાળામાં યુનિવર્સિટીને માત્ર 1.73 કરોડ રુપિયા જ ડોનેશન મળ્યું હતું. 2018થી 2023ના સમયગાળામાં યુનિવર્સિટીને મળેસા કુલ ડોનેશનની રકમ 8.53 કરોડ રુપિયા થવા જાય છે.
યુનિવર્સિટીને મળતું ડોનેશન મોટાભાગે માળખાકીય સુવિધાઓ માટે ગોલ્ડ મેડલ માટે અથલા તો સેમિનાર અને કોન્ફરન્સની સ્પોન્સરશિપ સ્વરુપે હોય છે. ઘણા દાતાઓ રોકડ રકમ ડોનેટ કરતા હોય છે તો ઘણા સુવિધાઓ ઊભી કરીને આપતા હોય છે, જેમાં બિલ્ડિંગ, એમ્ફી થિયેટર, કમ્પ્યૂટર લેબ, સેમિનાર હોલ, પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
Advertisement