વડોદરામાં આજે શહેરના રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડોદરામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. તેને લીધે શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
Advertisement
Advertisement
તોફાની ટોળાએ ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાને લીધે રસ્તા ઉપરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. જોકે, મામલો વધુ બીચકે તે પહેલાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી.
ANIના અહેવાલ પ્રમાણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. શોભાયાત્રા તેના માર્ગ પર આગળ વધી ગઈ હતી. પોલીસનો કાફલો સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો છે. હાલ વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી હોવાનું ડીસીપી યશપાલ જગનીયાએ જણાવ્યું હતું.
એક તરફ મુસ્લિમ સમાજના રમઝાન માસની ઉજવણી અને બીજી તરફ રામનવમી નિમિત્તે વિહીપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા અગાઉ બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિસમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement