આ મહિનાના અંતે ધોરણ-12 ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ પૂર્ણ થશે. આવા સમયે બાળકોને સૌથી લાંબુ વેકેશન મળે છે. આવા સમયે શું કરવું અને શું ના કરવું એ વાત સૌને વિચાર કરતાં મૂકી દે છે.
Advertisement
Advertisement
આટલું કરો
- પરીક્ષા પત્યા પછી તરત જ તમારા મનમાં દરેક પ્રશ્નપત્રો અને તે કેવા ગયા તેની એક છાપ પડી હશે. આવા સમયે શાંતિથી આરામ કરીને દરેક પેપર કેવા ગયા અને તેમાંથી કેટલાં માર્ક્સ આવી શકે તેમ છે તેનો જનરલ અંદાજો આવી શકે છે.
- આ અંદાજને આધારે તમને કયા ક્ષેત્રમાં જવામાં રસ છે તે નક્કી કરો.
- જે ક્ષેત્ર તમને ગમે છે તેમાં તમને કઈ કઈ કૉલેજ કે ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ મળી શકે તેમ છે તેનો અંદાજ લગાવો.
- આ ઇન્સ્ટિટ્યૂટમાં તમારો પરિવાર કેટલાં અંશે તેનો ખર્ચ ભોગવી શકે છે તે પણ વિચારવું જરૂરી છે.
- વેકેશનમાં ફ્રેશ થવા પૂરતું હરવું ફરવું સ્વાભાવિક છે.
- સાથે સમય કાઢીને સારા ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લો.
- એવી હોબી કે જે તમને જીવનપર્યંત કામ આવી શકે છે તેવી હોબીને વિક્સાવો.
- વેકેશન દરમ્યાન કેટલાંક સારા પુસ્તકોનું વાંચન કરવું.
- શારીરિક અને માનસિક મજબૂતી પણ એટલી જ જરૂરી છે.
- માનસિક મજબૂતી માટે વિપશ્યનાની શિબિરમાં જઈને મનને મજબૂત અને સદાચારી બનાવી શકાય.
- શારીરિક મજબૂતી માટે જીમનેશ્યમ કે યોગાભ્યાસ કે પછી ટ્રેકિંગ કે રનિંગ કરી શકાય.
- તમારા પારિવારિક બિઝનેસમાં કે મમ્મી-પપ્પાના કામમાં મદદ કરો.
આટલું ના કરો
- વેકેશનનો સમય વ્યર્થ રીતે ના બગાડશો.
- સગા-વ્હાલાઓના ઘરે કે મિત્રો પાછળ આટલો કિંમતી સમય વેડફશો નહીં.
- અત્યારથી જ રિઝલ્ટ ખરાબ આવશે એવું માનીને માનસિક રીતે ભણતરમાંથી મુક્ત ના થઈ જશો.
- એક વાર પરીક્ષાના પેપરોનું મૂલ્યાંકન જરૂરી છે પરંતુ વારંવાર તેનું ચિંતન-મનન ના કરશો.
- કોઈ એક પેપર ખરાબ ગયું હોય તો તેનું વધું પડતું ચિંતન ના કરશો.
- સતત મોબાઈલ કે કૉમ્પ્યુટર સામે બીસીને કલાકો બગાડ્યા કરતાં મેન્ટલ અવેરનેસ વધે એવી પ્રવૃત્તિમાં તમારો સમય આપો.
- મિત્રોના દબાણ હેઠળ આવ્યા વિના તમને શું ગમે છે એ પ્રમાણે વેકેશનનો બે મહિનાનો સમય પ્લાન કરો.
- વેકેશન એટલે ફિલ્મો, ગેઈમ્સ કે માત્ર આરામ કરવો એવું નથી. આ બે મહિનાના સમયમાં તમે તમારી ઘણી સોફ્ટ સ્કિલ વિક્સાવી શકો છો.
Advertisement