છેલ્લાં કેટલાય સમયથી શહેરની પોળમાં ચકલીનો અવાજ ઓછો સાંભળવા મળે છે કેમ કે, તેના ઘર છીનવાઈ ગયા. પહેલાના જમાના તેના માટે નવા ઘર બનાવતા બખોલ રાખતા હતા હવે કોઈ પોતાના ઘરમાં બખોલ રાખતું નથી.
એનિમલ લાઈફ કેર વિજય ડાભી તથા અન્ય મેમ્બર છેલ્લા ઘણા સમયથી અમદાવાદના સિટી વિસ્તારની પોળમાં ચકલી બચાવવા માટે માળા લગાવવાનું કામ કરે છે.
વિજય ડાભીએ જણાવ્યું, પહેલાં નાના હતા ત્યારે અમને ત્યારે ઘરના સભ્યો ચકી-ચકાની વાર્તા સંભળાવતા હતા ત્યારે ચકલીનો અવાજ કાનમાં પડતો. હલની જે નવી જનરેશન છે તેને ક્યાંય ચકલી જોવા મળતી નથી તેનું કારણ છે ખૂબ જ પ્રદૂષણ જંગલો છીનવાઇ ગયા. મોટા મોટા ટાવર્સના કારણ રેડિએશનથી ઘોંઘાટને કારણે ચકલીઓ સિટી વિસ્તારમાં લુપ્ત થવાને આરે છે અને સમગ્ર વિશ્વમાં પણ તેની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે મિત્રો કેમ ભૂલાય ખૂબ જ ઓછું જોવા મળતું નાનું પક્ષી જેનું નામ ચકલી લુપ્ત થવાના આરે છે ત્યારે વર્લ્ડ સ્પેરો ડે દિવસે એનિમલ લાઇફકેરના તમામ સભ્યો વતી એક વિનંતી કરું છું મિત્રો આપણી આસપાસ અવશ્ય ચકલીનો માળો બાંધવો જોઇએ તથા પાણીનો કુંડ અવશ્ય મૂકવું જોઈએ.
Advertisement
Advertisement
Advertisement