વિશ્વ ચકલી દિન નિમિત્તે જાણીતા કલાકાર પ્રવીણા મહિચાએ ચકલીઓ બચાવવા માટે એક કુદરતી રંગો દ્વારા સૌ પક્ષીપ્રેમીઓને મેસેજ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના ચિત્રો વિશેષ કરીને પ્રકૃતિ પર આધારિત હોય છે. કુદરતી રંગો પણ પ્રાકૃતિની જ એક સાંકળનો ભાગ છે. ચકલી આપણી ઈકોલોજીનો એક ભાગ છે. મોટા ભાગના પક્ષીઓ દ્વારા જ બીજનું વહન થતું હોય છે જેના કારણે એક સુંદર સાંકળ બને છે. પ્રવીણા મહિચા તેમના ચિત્રોમાં ગુલાબ, હરડે, મજીઠ, ગલગોટો, હળદર, લોખંડનો કાટ, દાડમ ઈત્યાદીનો ઉપયોગ કરીને સુંદર પ્રકૃતિના વિષયોની થીમ પર ચિત્રો બનાવે છે. તેમણે આ ચિત્ર ખાસ ચકલીઓના રક્ષણની જાગૃતિને લઈને બના્વ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણા મહિચા કેન્દ્રીય વિદ્યાલયમાં કલાશિક્ષક તરીકે કામ કરે છે અને તેમના પિતા તનસુખ મહિચા પણ જાણીતા ટેક્સટાઈલ ડિઝાઈનર તરીકે કાર્યરત હતા અને તેઓ વણકર સેવા કેન્દ્રમાં નિયામક તરીકે કાર્યરત હતા અને ગુજરાતના ભાતીગળ વારસાને તેઓએ અનેક સુંદર ટેક્સટાઈલની ડિઝાઈન આપી હતી.
Advertisement
Advertisement
Advertisement