અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને આગાહી કરી છે. તે પ્રમાણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.
Advertisement
Advertisement
રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાંક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. ગરમીનો પારો અમદાવાદમાં 36 અને ગાંધીનગરમાં 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચશે.
રાજ્યમાં 13 -14 માર્ચે માવઠાની સંભાવના
જોકે, હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા નથી. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને14 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે મુજબઅમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. વધુમાં, આ દિવસો દરમિયાન ડાંગ, તાપી, દાહોદમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તે ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
દરિયાકિનારાના તાપમાનમાં વધારો થયો
સામાન્ય રીતે તો દરિયાકિનારાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે. તેથી જ લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા દરિયા કિનારે ફરવા જતા હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં દરિયાકિનારાના વિસ્તારોનું તાપમાન પણ સામાન્ય કરતા 5થી 6 ડીગ્રી ઉંચુ નોંધાયું છે. ઓખાનું મહત્તમ તાપમાન 33.2 ડીગ્રી, પોરબંદરનું મહત્તમ તાપમાન 37.4 ડીગ્રી, વેરાવળનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી, દ્વારકાનુ મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોધાયું છે. હાલ દરિયાકિનારા વિસ્તારનું તાપમાન 27થી 32 ડીગ્રી વચ્ચે હોવું જોઈએ, પરંતુ અત્યારે તે 33થી 37 ડીગ્રી વચ્ચે નોંધાઇ રહ્યું છે.
ભુજનું મહત્તમ તાપમાન 37.8 ડીગ્રીએ પહોચ્યું છે. જે સામાન્ય કરતાં 4 ડીગ્રી તાપમાન વધુ છે. નલિયાનું મહત્તમ તાપમાન 37.6 ડીગ્રીએ પહોંચ્યું છે, જે સામાન્ય કરતા 5 ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયું છે.
Advertisement