ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થયા પછી બજેટ પર ચર્ચા કરવામાં આવી રહી છે. બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં કહ્યુ કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલથી 12048.7 કરોડ અને ડીઝલથી 26682 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે CNGથી 389 કરોડ અને PNGથી 126 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર પેટ્રોલ પર 13.7 ટકા, ડીઝલ પર 14.9 ટકા, CNG અને PNG પર 15 ટકા ટેક્સ વસૂલે છે.
Advertisement
Advertisement
સરકારે વિધાનસભામાં સવાલનો જવાબ આપ્યો
વિધાનસભા સદનમાં એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં કહ્યુ કે પેટ્રોલથી 2021થી 2022 સુધી 6040.01 કરોડ રૂપિયાની આવક થઇ છે જ્યારે ડીઝલથી 2021થી 2022 સુધી 12731.79 કરોડની આવક થઇ છે. આ સિવાય 2021થી 2022 સુધી CNGથી 191.75 કરોડ રૂપિયાની આવક થઇ છે. જ્યારે પીએનજીથી વર્ષ 2021થી 2022ના બે વર્ષમાં 68.31 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
ગુજરાતના ક્યા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો કેટલો છે ભાવ
અમદાવાદમાં 27 ફેબ્રુઆરીએ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 96.42 રૂપિયા છે જ્યારે ડીઝલ પ્રતિ લિટરે 92.17 રૂપિયા છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 96.27 રૂપિયા જ્યારે ડીઝલ 92.04 રૂપિયા પ્રતિ લિટરે વહેચાઇ રહ્યુ છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 96.19 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 91.95 રૂપિયા પ્રતિ લીટર વહેચાઇ રહ્યુ છે. વડોદરાની વાત કરીએ તો પેટ્રોલ 96.16 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.90 રૂપિયા પ્રતિ લિટરે વહેચાઇ રહ્યુ છે.
Advertisement