ગાંધીનગર: આફ્રિકામાં ગુજરાતના એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે. બિઝનેસને લઇે આફ્રિકા ગયેલા રાજકોટના યુવકનું કેટલાક પાકિસ્તાનીઓએ અપહરણ કર્યુ હતુ. તે બાદ છોડવાના બદલે ભારે રકમની માંગ કરવામાં આવી હતી. પુત્રને બચાવવા માટે પરિવારે 30 લાખ રૂપિયા પણ આપ્યા હતા પરંતુ અપહરણ કરનારાઓએ દોઢ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. એવામાં યુવકના પિતાએ રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો. પિતાએ ક્રાઇમ બ્રાંચને આખી ઘટનાની જાણકારી આપી હતી. ક્રાઇમ બ્રાંચે વિદેશ મંત્રાલયની લૂપમાં રાખીને આફ્રિકન પોલીસનો સંપર્ક કર્યો હતો. તે બાદ યુવકને અપહરણકારો પાસેથી છોડાવવામાં આવ્યો હતો. આટલુ જ નહી આફ્રિકન પોલીસે ખંડણીમાં આપેલી રકમનો મોટો ભાગ પણ જપ્ત કર્યો હતો.
Advertisement
Advertisement
એરપોર્ટ પર ઉતર્યા પછી અપહરણ કરાયુ હતુ
રાજકોટ જિલ્લાના વાવડી વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પીડિત કેઉર મલ્લીએ જણાવ્યુ કે હું 10 દિવસ પહેલા વેપાર મામલે આફ્રિકાના માલી સ્થિત Tambo International Airpot પહોચ્યો હતો. આ જ્હોનિસબર્ગમાં છે. જેવો જ હું આફ્રિકામાં ઉતર્યો તો મારૂ અપહરણ કરવામાં આવ્યું હંતું. એક ગાડીમાં બેસાડીને અપહરણ કરનારા એક અજાણ્યા સ્થળે લઇ ગયા હતા અને પછી મને એક નાના રૂમમાં બંધ કરી દીધો હતો, મારા હાથ અને પગ પણ બાંધી નાખ્યા હતા. ત્રણ દિવસથી વધુ સમય મને કિડનેપ કરીને રાખ્યો હતો.
કિડનેપર્સ ઉર્દૂ બોલતા હતા
પીડિત યુવકે કહ્યુ કે મે આ ઘટનાની જાણકારી પોતાના પરિવારને આપી હતી. તે બાદ મારા પરિવારે આ ઘટનાની જાણ રાજકોટ પોલીસને કરી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા આફ્રિકા પોલીસનો સંપર્ક કર્યો હતો અને મને છોડાવ્યો હતો. મલ્લીએ જણાવ્યુ કે ચાર પાકિસ્તાનીઓએ મારૂ અપહરણ કર્યુ હતુ. છોડવાના બદલામાં અમે અપહરણ કરનારાઓને 30 લાખ રૂપિયા પણ આપ્યા હતા. મલ્લીએ કહ્યુ કે આફ્રિકન પોલીસે મારૂ અપહરણ કરનારા આરોપીની ધરપકડ કરી છે. એવામાં કેન્દ્ર સરકારને આગ્રહ છે કે મારી રકમ પરત કરવામાં મદદ કરે. મલ્લીએ કહ્યુ કે તે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. સપનામાં પણ વિચાર્યુ નહતુ કે આવુ થઇ શકે છે. મલ્લી અનુસાર, અપહરણ કરનારા મોટાભાગે ઉર્દૂ અને પંજાબી બોલતા હતા.
પોલીસ અને સરકારે મદદ કરી
યુવકના ઘરે પરત ફરતા પરિવાર ખુશ છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચ પહોચેલા પિતા પ્રફુલે મદદ માટે પોલીસ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. પિતાએ કહ્યુ કે આવુ કોઇની પણ સાથે બની શકે છે. હું કહેવા માંગુ છું કે જો વિદેશ જઇ રહ્યા છો અને જે વ્યક્તિને મળવા જઇ રહ્યા છો તેની જાણકારી મેળવી લો અને તે પછી જ આગળ વધો.
Advertisement