ગાંધીનગર: પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ શારિરીક શોષણનો આરોપ મુકનાર મહિલા દ્વારા સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી આ દરમિયાન આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી સગીર પુત્રી સાથે શારિરીક છેડતી કરી હતી. આ ઘટનાને લઇને અરજી કરતા જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
Advertisement
Advertisement
સિરોહી પોલીસે આ અંગે કોઇ પગલા ના ભરતા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અંતે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્રસિંહ ચૌહાણ અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે. 8 ઓગસ્ટ 2020માં મહિલા તેની સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ગઇ હતી. આબુરોડ આવતા કારમાં ચક્કર આવતા મહિલાને ઉલ્ટી થતા તે કારમાંથી નીચે ઉતરી ગઇ હતી. થોડા સમય પછી તેની સગીર પુત્રી ગભરાયેલી હાલતમાં બહાર આવી હતી અને તેણે કહ્યુ કે જેસલમેર નથી જવુ. જોકે, તેને કારણ જણાવ્યુ નહતુ. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા.
આ દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ મહિલાએ કરેલા શારિરીક શોષણના આક્ષેપને લઇને કેસ ચાલતો હતો. જેમાં સતત ધમકીને કારણે ગત 5 માર્ચ 2022ના રોજ તેને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની દીકરીએ જેસલમેર જતા સમયે આબુ રોડ પર કારમાં ગજેન્દ્રસિંહે શારિરીક છેડછાડ કરી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો, જેનાઆધારે સિરોહી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી. આ દરમિયાન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે જઇને મારી નાખવાની ધમકી આપી હતી.
આ ગંભીર બાબત છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કોર્ટે ગંભીરતા લઇને ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો. જે બાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિહ પરમાર અને મહેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Advertisement