નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ભારતની તમામ સંસ્થાઓને કંટ્રોલ કરવાનો આરોપ લગાવ્યો છે. પંજાબના હોશિયારપુરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતાએ કહ્યુ, “તમામ સંસ્થાઓ પર તેમનું દબાણ છે. ચૂંટણી પંચ, અમલદારશાહી, ન્યાયતંત્રને કબજે કર્યુ છે. જે પહેલા રાજકીય લડાઇ થતી હતી, તેવી લડાઇ નથી. હવે લડાઇ ભારતની સંસ્થાઓ અને વિપક્ષ વચ્ચે છે.” રાહુલ ગાંધીએ RSS કાર્યાલયને લઇને કહ્યુ કે, “તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટરમાં નહી જાય પછી કોઇ તેમનું ગળુ જ કેમ ના કાપી નાખે.”
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, “પ્રેસ પર દબાણ છે, બ્યૂરોક્રેસી પર દબાણ છે, ચૂંટણી પંચ પર દબાણ છે, તે ન્યાયપાલિકા પર દબાણ નાખે છે.” EVM સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ, “આ એક રાજકીય પાર્ટીની બીજી રાજકીય પાર્ટી સાથે લડાઇ નથી. આ હવે તેમના દ્વારા કબજામાં લેવામાં આવેલી સંસ્થાઓ અને વિપક્ષ વચ્ચેની લડાઇ છે, તેમાંથી એક ફેક્ટર ઇવીએમ પણ છે.”
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે દેશમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયા હવે ગાયબ થઇ ગઇ છે, તેમણે કહ્યુ કે આ સ્પષ્ટ છે કે આર્થિક મુશ્કેલી, બેરોજગારી અને વધતી કિંમત ભાજપને મોટુ નુકસાન પહોચાડશે. મંગળવારે ભારત જોડો યાત્રા દરમિયાન કથિત સુરક્ષામાં ચૂક મામલે કહ્યુ, કઇ સુરક્ષામાં ચૂક થઇ હતી. તે મને ગળે મળવા આવ્યો હતો અને અતિ ઉત્સાહિત હતો, તેને સુરક્ષામાં ચૂક નહી કહીયે, યાત્રામાં આવુ થતુ રહે છે.
Advertisement