ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ઐતિહાસિક વિજય થયો હતો. ભાજપે 182માંથી 156 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ અને વિપક્ષનું પદ પણ કોંગ્રેસ ગુમાવે તેવી શક્યતા છે. 19 જાન્યુઆરી પહેલા કોંગ્રેસે વિપક્ષ પદ માટે નામ જાહેર કરવુ પડશે નહી તો વિપક્ષ પદ ગુમાવવુ પડી શકે છે.
Advertisement
Advertisement
વિધાનસભા વિપક્ષ પદ માટે જરૂરી કોંગ્રેસે 19 બેઠક પણ મેળવી નથી. માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય કોંગ્રેસ હજુ વિધાનસભાના વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી. ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને કહ્યુ છે કે તે વિધાનસભા વિપક્ષ પદના નેતાનું નામ મોકલી આપે. 19 જાન્યુઆરી સુધી વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કોંગ્રેસે કરવી પડશે. જો આ સમયમર્યાદામાં નામ જાહેર નહી કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષપદ પણ ગુમાવવુ પડશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકારો હાઇકમાન્ડને આ મામલે જાણ કરી છે.
વિપક્ષના નેતા તરીકે કોનું નામ ચર્ચામાં
અર્જૂન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવાની અનિચ્છા દર્શાવી છે. બીજી તરફ સિનિયોરીટી પ્રમાણે શૈલેષ પરમારનું નામ આગળ ચાલી રહ્યુ છે. વિપક્ષના નેતાની રેસમાં સી.જે.ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. યુવા ચહેરા તરીકે અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી પણ વિપક્ષના નેતા બની શકે છે. વિપક્ષના નેતા બની કાર, બંગલો લેવા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જામી છે.
Advertisement