ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અમદાવાદમાં યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ છે. બુધવારે વડાપ્રધાન મોદી માતાને મળવા માટે હૉસ્પિટલ પહોચ્યા હતા. હૉસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની હાલત સ્થિર છે. સૂત્રોએ જણાવ્યુ કે બે દિવસમાં હીરાબાને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. આ પહેલા બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના માતાના સ્વાસ્થ્ય અંગે હૉસ્પિટલ સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ હીરાબાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. 27 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી સાથે પણ એક રોડ અકસ્માત થયો હતો, જેમાં પરિવારના કેટલાક સભ્ય ઘાયલ થયા હતા.
Advertisement
Advertisement
હીરાબા 100 વર્ષના થયા
પીએમ મોદીના માતા હીરાબા મોદીએ આ વર્ષે જૂનમાં પોતાનો 100મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પગ ધોઇને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ તે બાદ એક ભાવુક બ્લૉગ પણ લખ્યો હતો. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ પહેલા પીએમ મોદીએ 4 ડિસેમ્બરે માતા હીરાબાને મળીને આશીર્વાદ લીધા હતા.
UN Mehta Hospitalએ કહ્યુ- હીરાબાની હાલત સ્થિર
પીએમ મોદીના માતા હીરાબાની ઉંમર 100 વર્ષ કરતા વધુ હોવાને કારણે તેમના સ્વાસ્થ્યને લઇને કેટલીક સાવચેતી રાખવી પડે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તેમની તકલીફ શું છે તેની જાણકારી સામે આવી નથી. હૉસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં વધુ જાણકારી આપવામાં આવી નથી. માત્ર દાખલ થવાના સમાચાર આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે હીરાબાની હાલત સ્થિર છે.
હીરાબાના 100માં જન્મ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ જે બ્લૉગ લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે માતાના મનની ઉર્જા ઓછી થઇ નથી. પીએમ મોદીએ લખ્યુ હતુ- ગત અઠવાડિયે જ મારા ભત્રીજાએ ગાંધીનગરમાં માતાના કેટલાક વીડિયો મોકલ્યા છે. ઘરે સોસાયટીના કેટલાક યુવકો આવ્યા છે, પિતાજીની તસવીર ખુરશી પર રાખેલી છે, ભજન કીર્તન ચાલી રહ્યુ છે અને માતા મગન થઇને ભજન ગાઇ રહ્યા છે, મંજીરા વગાડી રહ્યા છે. માતા આજે પણ તેવા જ છે. શરીરની ઉર્જા ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ મનની ઉર્જા યથાવત છે.
Advertisement