શિમલા: હિમાચલ પ્રદેશને નવો મુખ્યમંત્રી મળી ગયો છે. કોંગ્રેસ હાઇકમાને સુખવિંદર સિંહ સુકખૂને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ પ્રતિભા સિંહના સમર્થક ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ મામલે મોહર લગાવવામાં આવી હતી. રવિવાર સવારે 11 વાગ્યે શપથગ્રહણ સમારંભ યોજાશે. મહત્વપૂર્ણ છે કે 68 બેઠકો ધરાવતી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસે 40 બેઠક જીતીને સ્પષ્ટ બહુમત મેળવી લીધો હતો.
Advertisement
Advertisement
સુખવિંદર સિંહ સુકખૂની રાજકીય સફર
સુખવિંદર સિંહ સુકખૂએ શિમલા મહાનગરપાલિકા તરીકે કાઉન્સિલર બનીને રાજનીતિની શરૂઆત કરી હતી. નાદૌનના કોંગ્રેસના ધારાસભ્ય સુખવિંદર સિંહ સુકખૂએ હિમાચલ પ્રદેશ યૂનિવર્સિટી શિમલાથી ગ્રેજ્યુએટ અને LLBનો અભ્યાસ કર્યો છે.
સુખવિંદર સિંહ સુકખૂનો જન્મ 26 માર્ચ 1964માં થયો હતો., તેમની પત્નીનું નામ કમલેશ ઠાકુર છે અને તેમણે બે દીકરી છે. NSUIથી રાજકીય જીવનની શરૂઆત કરી હતી અને સંજોલી કોલેજમાં સીઆર અન એસસીએ મહાસચિવ ચૂંટાયા હતા, તે બાદ રાજકીય યૂનિવર્સિટી સંજૌલીમાં એસસીએના અધ્યક્ષ ચૂંટાયા હતા. 1988થી 1995 સુધી NSUIના પ્રદેશ અધ્યક્ષ બન્યા. 1995માં યુવા કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ બન્યા. 1998થી 2008 સુધી યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહ્યા અને આ દરમિયાન બે વખત વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. જોકે, આ પહેલા મહાનગરપાલિકા શિમલાના બે વખત ચૂંટાયેલા કાઉન્સિલર બન્યા હતા. 2003,2007 અને 2017માં નાદૌન વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા હતા.
Advertisement