અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ફરી એક વખત સરકાર બનવા જઇ રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર ગુજરાત વિધાનસભાની 145 બેઠકનું પરિણામ આવી ગયુ છે.126 બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)એ જીતી લીધી છે જ્યારે કોંગ્રેસે 11 બેઠક જીતી છે. અપક્ષ 3, આમ આદમી પાર્ટીએ 4 બેઠક જીતી છે જ્યારે સમાજવાદી પાર્ટીએ 1 બેઠક જીતી છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરીયાનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર મૂળુ બેરાનો વિજય થયો છે. બાયડમાંથી ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે જીત્યા જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો વિજય થયો છે.
જગદીશ ઠાકોરે કહ્યુ કે- અમારી મતગણતરી મુજબ પરિણામ આવ્યા નથી. અમે અપેક્ષા મુજબ ખરા નથી ઉતર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલને અભિનંદન પાઠવ્યા હતા.
હિમતનગરમાં ભાજપના ઉમેદવાર વી.ડી.ઝાલા જીત્યા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઇ જીત્યા
કલોલમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર હાર્યા
ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો, કાર્યકર્તાઓએ પથરા માર્યા
કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને કારણે કાર્યકર્તાઓમાં નારાજ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પાલડી સ્થિત આવેલા કાર્યાલય પર કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો.
વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને દાંતા બેઠક પર કાંતિ ખરાડી જીત્યા
સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતની હાર
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની ઐતિહાસિક જીત, 1 લાખ 92 હજાર મતોથી મેળવી જીત
પાલનપુર બેઠક પર અનિકેત ઠાકરની જીત
ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઇ જીત્યા
મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાનો વિજય
લાઠીમાં ભાજપના જનક તડાવિયાનો વિજય, કોંગ્રેસના વિરજી ઠુમ્મર હાર્યા
દસાડા બેઠક પર કોંગ્રેસના નૌશાદ સોલંકીની હાર, ભાજપના પી.કે પરમાર જીત્યા
ગુજરાતે દેશદ્રોહી તત્વોને નકાર્યા- ભૂપેન્દ્ર પટેલ
12 ડિસેમ્બરે ગુજરાતની નવી સરકારની શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી આ દરમિયાન હાજર રહેશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે ગુજરાતના લોકોને પીએમ મોદી પર વિશ્વાસ છ
વિજાપુરથી કોંગ્રેસના સી.જે.ચાવડાનો વિજય
વિસનગરથી રિષિકેશ પટેલની જીત
બહુચરાજીથી સુખાજી ઠાકોર જીત્યા
મહેસાણામાંથી મુકેશ પટેલની જીત
માંડવીથી અનિરૂદ્ધ દવેની જીત
વીસાવદર અને જામ જોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા
ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના તુષાર ચૌધરીનો વિજય
AAPને જામનગર અને જૂનાગઢમાં 1-1 બેઠક મળી
વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલનો વિજય
મજૂરા બેઠક પરથી ભાજપના હર્ષ સંધવી જ્યારે થરાદ બેઠક પરથી શંકર ચૌધરીનો વિજય થયો છે.
કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડુ પાડ્યુ છે. અમદાવાદના દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખની હાર થઇ છે. ભાજપના કૌશિક જૈનનો વિજય થયો છે. પોરબંદર બેઠક પર કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાનો વિજય થયો છે.
અત્યાર સુધી આ બેઠક પર પરિણામ આવ્યા
- શહેરામાં ભાજપના જેઠા ભરવાડની જીત
- ગોધરામાં ભાજપના ઉમેદવાર સીકે રાઉલજીની જીત
- વરાછા બેઠક પર કુમાર કાનાણીનો વિજય, અલ્પેશ કથિરિયા હાર્યા
- દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય
- ઇડરથી ભાજપના રમણલાલ વોરા જીત્યા
- માણાવદરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત
- થરાદમાં શંકર ચૌધરીની જીત
- વાઘોડિયામાં અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહની જીત
- રાવપુરામાં બાલકૃષ્ણ શુકલની જીત
- દિયોદરમાં ભાજપના કેશાજી ચૌહાણની જીત
- નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઇની જીત
- ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત
- અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની જીત
- જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત
- જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત
- સાબરમતી બેઠક પર ભાજપના હર્ષદ પટેલની જીત
ગુજરાતમાં પાછલા 27 વર્ષથી બીજેપીની સરકાર છે. ગુજરાતમાં બીજેપીનું પાછલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2002માં રહ્યું હતુ, જ્યારે તેને 182 વિધાનસભા સીટમાંથી 127 સીટ પર જીત મેળવી હતી.
Advertisement