ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જોકે, આ પહેલા EXIT POLLમાં કઇ પાર્ટીની સરકાર બનશે તેને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. 5 EXIT Pollમાં ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે જ્યારે કોંગ્રેસ બીજા નંબર પર જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે.
Advertisement
Advertisement
ગુજરાત એક્સક્લૂઝિવના EXIT POLLમાં ભાજપની સરકાર
ગુજરાત એક્સક્લૂઝિવે પણ EXIT POLLને લઇને એક સર્વે કર્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની રહી છે. ગુજરાત એક્સક્લૂઝિવે સર્વેમાં ભાજપને 135થી 145 બેઠક મળી રહી હોવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે કોંગ્રેસને 30-40 બેઠક મળી રહી છે. આમ આદમી પાર્ટીને 0થી 3 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે 0-2 બેઠક અન્ય પાર્ટીને મળી રહી છે.
India Today Axis My India EXIT POLL
India Today Axis My India EXIT POLLમાં ભાજપને 131-151 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 16થી 30 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે આમ આદમી પાર્ટી 9-21 બેઠક મળી શકે છે.
TV9 EXIT POLL
TV9એ ભાજપને 125થી 130 બેઠક મળવાનું અનુમાન લગાવ્યુ છે જ્યારે કોંગ્રેસને 40થી 50 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે આમ આદમી પાર્ટીને 03-05 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 03થી 07 બેઠક મળી રહી છે.
ABP C Voter EXIT POLL
ABP C voterએ ભાજપને 128-140 બેઠક મળવાનું અનુમાન લગાવ્યુ છે જ્યારે કોંગ્રેસને 31-43 બેઠક મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 3-11 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 2-6 બેઠક મળી શકે છે.
સૌરાષ્ટ્રની 54માંથી ભાજપને 36-40 ઉત્તર ગુજરાતની 32માંથી 21-25 બેઠક, દક્ષિણ ગુજરાતમાં 35માંથી 24-28 ભાજપને મળી રહી છે. જ્યારે મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપને 45-49
મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
NEWS X EXIT POLL
NEWS Xના એક્ઝિટ પોલમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.NEWS Xએ ભાજપને 117થી 140 બેઠક આપી છે જ્યારે કોંગ્રેસને 34થી 51 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને 6થી 13 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે અન્યને 0-2 બેઠક મળી રહી છે.
2017માં એક્ઝિટ પોલમાં શું દાવા થયા હતા?
પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી પણ તમામ એજન્સીઓને એક્ઝિટ પોલ જાહેર કર્યુ હતુ, જેમાં મોટાભાગે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. જોકે, બેઠકનું અનુમાન જરૂર બધાએ અલગ અલગ કર્યુ હતુ. સૌથી સટીક અનુમાન ઇન્ડિયા ટુડે એક્સિસનું હતું. ઇન્ડિયા ટુડે એક્સિસ અનુસાર, ભાજપને 99થી 113 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ જ્યારે કોંગ્રેસને 68થી 82 બેઠક આપવામાં આવી હતી.
ગત વખતે તમામ એજન્સીઓએ ગુજરાતમાં ભાજપની જીતનું અનુમાન લગાવ્યુ હતુ, આ પરિણામ સાચુ નીકળ્યુ હતુ. જોકે, બેઠકનું અનુમાન જરૂર થોડુ ઓછુ અને વધાર નીકળ્યુ હતુ. 2017માં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠક પર જીત મેળવી હતી.
Advertisement