લખનઉં: ઉત્તર પ્રદેશમાં ત્રણ પેટા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. રામપુરમાં પ્રચાર કરવા ગયેલા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે યોગી સરકારના બન્ને ડેપ્યુટી સીએમને બળવો કરવાની સલાહ આપતા કેશવપ્રસાદ મોર્ય ભડકી ગયા છે. કેશવપ્રસાદ મોર્યએ અખિલેશ યાદવ પર પલટવાર કરતા કહ્યુ કે અખિલેશ યાદવ ના તો મુખ્યમંત્રી બની શકશે અને ના તો બનાવી શકશે.
Advertisement
Advertisement
અખિલેશ યાદવનું નિવેદન સામે આવ્યા બાદ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્યએ ટ્વીટ કરતા કહ્યુ, “સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, તમે ના તો મુખ્યમંત્રી બની શકશઓ અને ના તો બનાવી શકશો. નિવેદનથી લાગે છે, તમે ડરેલા છો, મેનપુરી અને રામપુરમાં હાર જોઇને માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છો. ગુંડાગર્દી, બૂથ કબજો કરી નહી શકો, જનતાએ સપાની સાઇકલને ફગાવી દીધી છે.”
શું છે ઘટના?
અખિલેશ યાદવ રામપુરી બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવારના પક્ષમાં જનસભાને સંબોધિત કરવા ગયા હતા. આ દરમિયાન યોગી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્ય અને બ્રજેશ પાઠક પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે તેમણે સપાના સમર્થનથી મુખ્યમંત્રી બનવાની ઓફર આપી હતી. અખિલેશ યાદવે કહ્યુ કે બન્ને ડેપ્યુટી સીએમ અમને કહી રહ્યા છે કે અમે માફિયા છીએ. અમને ગુનેગાર કહે છે પરંતુ તે બન્ને આ ચક્કરમાં ક્યારે મુખ્યમંત્રી બની જાય.
સપાના પ્રમુખે કટાક્ષ કરતા કહ્યુ કે મે પહેલા પણ ઓફર આપી હતી. રામપુરથી પણ ઓફર આપી રહ્યો છું, લાઓ તમારી સાથે 100 ધારાસભ્ય, અમે 100 ધારાસભ્ય સાથે તૈયાર છીએ. સરકાર બનાવી લો અને મુખ્યમંત્રી બની જાઓ. શું નાયબ મુખ્યમંત્રી બનીને ફરી રહ્યા છો, નાયબ મુખ્યમંત્રીમાં શું રાખ્યુ છે.
Advertisement