અમદાવાદ: અમદાવાદમાં ગુજરાત યૂનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દૂર્ઘટના સર્જાતા 7 મજૂરોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કસ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દૂર્ઘટના બની હતી. મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાનું જાણવા મળ્યુ છે.
Advertisement
Advertisement
સવારે 9.30 વાગ્યે આ ઘટના બની હતી પણ 12.45 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. મીડિયા પાસેથી મળેલી માહિતી બાદ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોચ્યા હતા. જે જગ્યાએ બિલ્ડિંગનું કામ ચાલતુ હતુ તે બિલ્ડર દ્વારા આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંસ્ટ્રક્શન સાઇટના માલિકોએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી મોટી દૂર્ઘટના બની હોવા છતા ફાયર બ્રિગેડ કે પોલીસને બોલાવવામાં આવી નહતી. મીડિયામાં સમાચાર સામે આવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યુ કે, આ બિલ્ડિંગ ખાનગી હોવાથી લીફ્ટની સુરક્ષા અંગે જે તે માલિકે ધ્યાન રાખવાનું હોય છે. કોર્પોરેશન દ્વારા યોગ્ય ચકાસણી દ્વારા જ લીફ્ટની પરવાનગી આપવામાં આવતી હોય છે, જે બાદ તમામ જવાબદારી કંસ્ટ્રક્શન સાઇટના માલિકની રહે છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલા શ્રમિક
સંજય બાબુ ભાઇ નાયક
જગદીશ ભાઇ રમેશ ભાઇ નાયક
અશ્વિન સોમાભાઇ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી
PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ
The mishap at an under-construction building in Ahmedabad is saddening. Condolences to those who have lost their family members in this mishap. I hope the injured recover soon. The local authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2022
Advertisement