ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયા છે. આ સાથે જ 40 સભ્યની ગોવા વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને ત્રણ થઇ ગઇ છે. આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર તોડવાનું જાણે છે.
Advertisement
Advertisement
પવન ખેરાએ ટ્વીટ કર્યુ, આજે ભાજપે ફરી સાબિત કરી દીધુ કે તે માત્ર તોડવાનું જાણે છે. અમારી ભારત જોડો યાત્રાથી ડરેલી ભાજપે ગોવામાં ઓપરેશન કીચડને અંજામ આપ્યો. ભારત જોઇ રહ્યુ છે. તે તોડશે; અમે જોડીશું.
आज भाजपा ने फिर साबित कर दिया कि वह सिर्फ़ तोड़ना जानती है। हमारी #भारत_जोड़ो_यात्रा से बौखलाई भाजपा ने गोवा में ऑपरेशन कीचड़ को अंजाम दिया। भारत देख रहा है।
वो तोड़ेंगे; हम जोड़ेंगे pic.twitter.com/S5SfF9JqUK— Pawan Khera 🇮🇳 (@Pawankhera) September 14, 2022
આઠ ધારાસભ્ય મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેત તાનવડેની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને પોતાની સત્તા ટકાવી રાખી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આરોપ લગાવ્યો કે ભારત જોડો યાત્રાની સફળતાને કારણે ગોવામાં ભાજપના ઓપરેશન કિચડને અંજામ આપવામાં આવ્યો છે, ભાજપ પરેશાન છે.
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ઓપરેશન લોટસ દિલ્હી અને પંજાબમાં ફેલ થઇ ગયુ, પરંતુ ગોવામાં સફળ થઇ ગયુ. કારણ કે જ્યારે તમે કોંગ્રેસ માટે વોટ કરો છો તો તમે ભવિષ્યના ભાજપના ધારાસભ્ય ચૂંટો છો. કોંગ્રેસ સમાપ્ત થઇ ગઇ છે.
Advertisement