ગાંધીનગર: રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં ધવલ પટેલ નવા કલેક્ટર બન્યા છે. જ્યારે રમેશ મેરઝાને ભાવનગરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. કચ્છ કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી કરવામાં આવી છે. સંદીપ સાંગલે ગાંધીનગર મહાનગરપાલિકાના નવા કમિશનર બન્યા છે.
Advertisement
Advertisement
એમ.થેન્નારસન અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા
ગાંધીનગર GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ.થેન્નારસન અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. તે સંદીપ સાંગલેની જગ્યા લેશે. સંદીપ સાંગલેને ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એમ.થેન્નારસનની જગ્યા પર રાહુલ બાબુલાલ ગુપ્તાને મુકવામાં આવ્યા છે.
ધવલ પટેલ અમદાવાદના નવા કલેક્ટર
ધવલ પટેલ અમદાવાદના નવા કલેક્ટર બન્યા છે. ધવલ પટેલ આ પહેલા ગાંધીનગર મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
ક્યા IAS અધિકારીની ક્યા બદલી કરવામાં આવી
ધવલ પટેલ | અમદાવાદના નવા કલેક્ટર |
રમેશ મેરઝા | ભાવનગરના કલેક્ટર |
સંદીપ સાંગલે | ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર |
જી.ટી.પંડ્યા | મોરબી કલેક્ટર |
ડી.એસ.ગઢવી | આણંદ કલેક્ટર |
બી.આર.દવે | તાપી-વ્યારા કલેક્ટર |
એમ.થેન્નારસન | અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર |
ધર્મેન્દ્રસિંહ જાડેજા | ડાંગ-આહવા કલેક્ટર |
દિલીપ રાણા | કચ્છ-ભૂજ કલેક્ટર |
યોગેશ ચૌધરી | દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર |
Advertisement