મુંબઇ: ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના હકમાં નિર્ણય સંભળાવ્યો છે. આ ઘટનાને લઇને ઉદ્ધવ ઠાકરે જૂથ સતત પ્રહાર કરી રહ્યા છે. ઠાકરેએ શનિવારે ચૂંટણી પંચને કેન્દ્રનું ગુલામ ગણાવ્યુ હતુ જ્યારે હવે સાંસદ સંજય રાઉતે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્નની ખરીદી માટે 2,000 કરોડનો સોદો થયો હોવાનો દાવો કર્યો છે. આ દાવાને કારણે રાજકારણ ગરમાયુ છે.
Advertisement
Advertisement
સંજય રાઉતે શું દાવો કર્યો?
સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યુ, “મારી પાસે વિશ્વસનીય જાણકારી છે કે શિવસેનાનું નામ અને તેના ચૂંટણી ચિહ્નને મેળવવા માટે 2,000 કરોડ રૂપિયાનો સોદો થયો છે. આ પ્રાથમિક આંકડો છે અને આ 100 ટકા સાચુ છે. હજુ ઘણા ખુલાસા થશે. દેશના ઇતિહાસમાં આવુ ક્યારેય થયુ નહી હોય. સંજય રાઉતે આગળ કહ્યુ, સત્તા પર રહેલા પક્ષના એક બિલ્ડરે તેમની સાથે આ જાણકારી શેર કરી છે, તેમની પાસે પુરાવા છે અને જલ્દી તેનો ખુલાસો કરશે.
સંજય રાઉતે અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી
ચૂંટણી પંચના નિર્ણય પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા વિપરિચ વિચારધારા ધરાવતા તળવા ચાટનારા નિવેદન પર રાઉતે કહ્યુ, “વર્તમાન મુખ્યમંત્રી શું ચાટી રહ્યા છે? મહારાષ્ટ્ર અમિત શાહની વાતોને મહત્વ નથી આપતુ. વર્તમાન મુખ્યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો અધિકાર નથી.”
અમિત શાહે કહ્યુ હતુ કે જે વિપરીત વિચારધારા ધરાવનારા તળવા ચાટી રહ્યા હતા, આજે ચૂંટણી પંચના નિર્ણયે જણાવી દીધુ કે સત્ય કઇ તરફ છે.
શિંદે જૂથે રાઉતના દાવાને ફગાવ્યો
સંજય રાઉત તરફથી કરવામાં આવેલા 2,000 કરોડ રૂપિયાના સોદાના દાવાને શિંદે જૂથે પુરી રીતે ફગાવી દીધો છે. શિંદેના નેતૃત્વ ધરાવતા જૂથના ધારાસભ્ય સદા સર્વકરે કહ્યુ કે આ દાવો પુરી રીતે ખોટો છે. શું આ કેસમાં સંજય રાઉત કૈશિયર છે? જોકે, સંજય રાઉતે આ ઘટનાને લઇને પુરાવા રજૂ કરવાની વાત કરી છે. એવામાં હવે તમામની નજર તેમના પર ટકેલી છે.
ચૂંટણી પંચે શિંદે જૂથના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો
ચૂંટણી પંચે શિંદે જૂથના હકમાં નિર્ણય સંભળાવતા કહ્યુ હતુ કે આ જૂથમાં પાર્ટીનું સમર્થન પ્રાપ્ત હતુ, માટે પાર્ટીનું નામ ‘શિવસેના’ અને ચૂંટણી ચિહ્ન ‘તીર-કમાન’ તેમણે આપવામાં આવે છે.
78 પેજના આદેશમાં ચૂંટણી પંચે કહ્યુ કે શિંદે જૂથનું સમર્થન કરનારા ધારાસભ્યોને પાર્ટીના કુલ વોટમાં 76 ટકા ભાગીદારી છે. એવામાં નિયમ અનુસાર આ જૂથ પાર્ટીનું વાસ્તવિક નામ અને ચૂંટણી ચિહ્નનો હકદાર બને છે.
ઠાકરેએ ચૂંટણી પંચને કેન્દ્રનું ગુલામ ગણાવ્યુ
આ ઘટનાને લઇને શનિવારે ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, “ચૂંટણી પંચે કેન્દ્ર સરકારના ગુલામની જેમ નિર્ણય સંભળાવ્યો છે અને આ લોકતંત્ર માટે ખતરનાક છે.” ઠાકરેએ કહ્યુ, અમે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. અમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે. અમે કોર્ટમાં તર્ક આપ્યો હતો કે ચૂંટણી પંચને પાર્ટીના ચિહ્ન પર પોતાનો નિર્ણય ત્યાર સુધી ના આપવો જોઇએ જ્યાર સુધી ધારાસભ્યોની અયોગ્યતા ધરાવતી અરજી પર નિર્ણય નથી આવતો.
ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોચ્યા
શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદેને આપવાના ચૂંટણી પંચના નિર્ણય વિરૂદ્ધ ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. ઉદ્ધવ ઠાકરેના વકીલે સુપ્રીમ કોર્ટને આ મામલે તુરંત સુનાવણી કરવાની અપીલ કરી છે. જેની પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચૂડે કહ્યુ કે નિયમ બધાની માટે બરાબર છે અને તમે પ્રક્રિયા હેઠલ મંગળવારે આવો. ઉદ્ધવ ઠાકરે પક્ષની માંગ છે કે તીર-ધનુષ ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદે જૂથને ના આપવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે તરફથી સીનિયર વકીલ ડૉક્ટર અભિષેક મનુ સિંધવી હાજર રહ્યા હતા.
Advertisement