ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. CNG-PNGમાં 10 ટકા વેટનો ઘટાડો કર્યો. CNGમાં વેટ ઘટતા 6થી 8 તેમજ PNGમાં પાંચથી છ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે. પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફત આપવામાં આવશે.
Advertisement
Advertisement
CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. આ ઉપરાંત LPGમાં રાહતથી સરકારને કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.
રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણીએ કહ્યુ કે, નાગરિક અને ગૃહિણીઓને 1 હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે, સાથે જ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 38 લાખ ગૃહિણીઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેટમાં 10 ટકાનો ઘટાડો થતા ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.
Advertisement