અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સીમાચિન્હ મુલાકાતીઓ માટે તૈયાર થનાર છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગની ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના સહયોગથી સાયન્સ સિટીમાં ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી ગેલેરીનું નિર્માણ થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં MOU સાઈન કરાયા હતા. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેટનેટ અર્થ પેલેલિયનમાં રુ.10 કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાશે, તેનું નિર્માણ કાર્ય 12 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે.
આ ગેલેરીમાં પરમાણુ અને અણુ ઊર્જા ક્ષેત્ર સાથે સંબંધિત અને વિવિધ આધુનિક એક્સપેરિમેન્ટને પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે. એટલું જ નહીં આ ગેલેરી ભારતની આત્મનિર્ભરતા તરફની સફરને પણ પ્રદર્શિત કરશે.
અત્યાધુનિક ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી ગેલેરીના વિકાસથી મુલાકાતીઓને વિવિધ ઇમર્સિવ એક્સપિરિયન્સ પ્રદર્શનો, વર્કિંગ મોડલ્સ, ઈન્ફોગ્રાફિક્સ AR/VR અને ઓડિયો વિઝ્યુઅલ સાથે અનોખા એડ્યુટેનમેન્ટ અનુભવ મળશે.
Advertisement
Advertisement
Advertisement