વધુ એક આશાવાદી યુવાનની કેનેડામાં લાશ મળતા શોકનું મોજું છવાયું છે. ટોરેન્ટોમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા હર્ષ પટેલની એક ટોરન્ટોના લેક પાસેથી લાશ મળી આવી છે. હર્ષ એક-દોઢ વર્ષ પહેલાં કેનેડા સ્ટડી માટે ગયો હતો. તેના મૃત્યુની જાણ થતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Advertisement
Advertisement
મૃતક હર્ષદોઢ વર્ષથી કેનેડામાં PG ડિપ્લોમાનો કોર્ષ કરતો હતો. ફ્રેન્ડ્સ સાથે રહેતો હતો. તેણે કેનેડા જતાં પહેલા બિટસપીલાની ગોવા કેમ્પસમાં સ્ટડી કર્યો હતો. કેનેડામાં પણ થ્રી સ્ટાર જેવી હોસ્ટેલમાં રહી ભણતો હતો. તેને કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલી ન હતી અને ભણવામાં હોશિયાર હતો.
તેનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું. લેકમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે ડૂબી ગયો છે. હાલમાં તેની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ચાલી રહી છે. તેના પરથી મૃત્યુનું કારણ બહાર આવી શકે છે.
હર્ષ જ્યાં રહે છે ત્યાં નાઈજીરિયન વસ્તી પણ છે. આ ઉપરાંત તેના અગત્યના ડોક્યૂમેન્ટ્સ પણ મિસિંગ છે જેના કારણે અનેક અટકળો થઈ રહી છે.
Advertisement