વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ખોડલધામ સંસ્થા દ્વારા હાયર એજ્યુકેશન સેન્ટર, નેચરલ થેરાપી સેન્ટર, 4 સ્ટાર અતિથિ ગૃહ અને મોટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે.એ આયોજનને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પાસ અગ્રણી અને ખોડલધામના કાર્યકર દિનેશ બાંભણીયા, રાજપીપલા એ.પી.એમ.સી ચેરમેન અને નર્મદા જિલ્લા ખોડલધામ કનવીનર દિનેશ પટેલ સહિત અન્ય પાટીદાર આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
Advertisement
Advertisement
પાસ અગ્રણી અને ખોડલધામના કાર્યકર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે અમે અહીંયા 10 થી 15 એકર વિસ્તારમાં યુ.પી.એસ.સી, ડિફેન્સ, આર્મી, તબીબી ક્ષેત્રે પ્રવેશ માટે હાયર એજ્યુકેશન સેન્ટર બનાવવા જઈ રહ્યાં છે, સાથે સાથે 4 સ્ટાર અતિથિ ગૃહ, નેચરલ થેરાપી સેન્ટરનું નિર્માણ કરવાની યોજના છે.ભવિષ્યમાં આ વિસ્તારમા આરોગ્ય સુવિધા વધે એ માટે એક મોટી હોસ્પિટલનું પણ નિર્માણ ખોડલધામ દ્વારા કરવામાં આવશે. એ માટે અમારું પ્રતિનિધિમંડળ જમીનનું નિરીક્ષણ કરવા માટે આવ્યું હતું.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામના સંગઠનના હેતુથી આ પ્રવાસ કર્યો છે, દરેક જિલ્લા અને તાલુકાના અમારા કનવીનર સાથે ખાટલા બેઠક કરી સંગઠન વધુ મજબુત બનાવવાનો પ્રયત્ન છે. રાજનીતિ મુદ્દે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ખુબ મોટો અને ભોળો સમાજ છે, દરેક રાજકીય પક્ષમાં પાટીદાર સમાજ ફેલાયેલો છે એટલે અમારો સમાજ કોઈ એક પક્ષ સાથે રહે એવું કોઈ દિવસ ન બને.ખોડલધામના નેજા હેઠળ હું કોઈ પણ એક પક્ષને સપોર્ટ કરું એ યોગ્ય નથી.કોઈ પણ સમાજ માંથી સારા ઉમેદવાર ચૂંટાઈને આવે તો જ ગુજરાતનું ભલુ થશે, સારા લોકો ચૂંટાય એવી પ્રાર્થના કરીશ.
Advertisement