Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ઝોમેટો ડિલીવરી બોયની દાદાગીરીઃ ઓર્ડર કેન્સલ કરનારી મહિલાનું નાક તોડી નાંખ્યું

ઝોમેટો ડિલીવરી બોયની દાદાગીરીઃ ઓર્ડર કેન્સલ કરનારી મહિલાનું નાક તોડી નાંખ્યું

0
110

VIDEO: બેંગલુરની વર્કિંગ વુમનની આપવીતિ, સોશિયલ મીડિયા પર વાયરલ

બેંગલુરુઃ બેંગલુરુમાં એક યુવતીએ ઝોમેટે ડિલીવરી બોયની દાદાગીરી (Zometo boy Attack women)નો આરોપ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર એક ઘાયલ યુવતીના વાયરલ થઇ રહેલા વીડિયોને પગલે ઓનલાઇન ફેડ ચેનલના વર્તણૂકની ચર્ચા થવા લાગી છે. વીડિયોમાં યુવતીએ જણાવ્યું કે ઓર્ડર કેન્સલ કરતા ઝોમેટો ડિલીવરી બોયે તેના નાક પર પંચ મારી દીધું.

બેંગ્લુરુની વર્કિંગ વુમને ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના બની હતી એ ઘણી આશ્ચર્યજનક હતી.

ફૂડ ડિલીવરી લેટ થતાં ઓર્ડર રદ કર્યો

આ મહિલાનું નામ હિતેશા ચંદ્રાણી છે. તે કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ છે. વીડિયોમાં હિતેશાના નાક પરથી લોહી વહેતું દેખાય છે. તેણે ઝોમેટો ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ ચુંટણી પ્રચારમાં મમતા બેનર્જી થયાં ઘાયલ: ભાજપ પર હુમલો કરાયાનો આરોપ

ઓર્ડર લેવાની ના પાડી તો અપશબ્દો બોલવા લાગ્યોઃ પીડિતા

હિતેશાએ જણાવ્યું કે,

“મેં ઝોમેટોમાં ઓર્ડર પ્લેસ કર્યો હતો. પરંતુ ડિલીવરી સમયસર આવી નહીં. જેથી મેં ક્સ્ટમરકેસમાં વાત કરી ઓર્ડર કેન્સ કરી દીધો. થોડી વાર પછી ડિલીવરી બોય મારા દરવાજે આવ્યો. મેં તેને ડિલીવરી લેવાની ના પાડી દીધી અને કહ્યું મને નથી જોઇતું, તમે પાછું લઇ જાવ. પરંતુ તેણે ના પાડી દીધી અને અપશબ્દો બોલવા લાગ્યો. જેથી મેં દરવાજો બંધ કરવાની કોશીશ કરી, તો તેણે તુરત જ દરવાજાને ધક્કો મારી મારા ચેહરા પર પંચ  (Zometo boy Attack women)મારી દીધું.

યુવતીનો દાવો છે કે આ ઘટનાને કારણે તેના નાકનું હાડકુ તૂટી ગયું છે. તેની સર્જરી કરાવવી પડશે. તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં સારવાર કરવામાં આવી અને પોલીસે આવી ડિલીવરી બોય સામે FIR નોંધી હતી.

વીડિયો વધુને વધુ વાયરલ કરવા અપીલ

પીડિત મહિલાએ વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સાથે તેણે લોકોને આ વીડિયો વધુને વધુ વાયરલ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં બાઇક સ્ટન્ટ કરનારી યુવતી આખરે પોલીસના હાથે ઝડપાઇ ગઇ

હુમલા બાદ ડિલિવરી બોય ફરાર થઈ ગયો

મહિલાએ કહ્યું હતું, ત્યાર પછી ડિલિવરી બોય (Zometo boy Attack women) ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કોઈએ પણ મારી મદદ ના કરી. આ ઘટનાથી હું ખૂબ ડરી ગઈ હતી. ત્યાર પછી હું હોસ્પિટલ ગઈ અને મેં મારી સારવાર કરાવી. મારી વર્તમાન સ્થિતિ વાત કરવા જેવી પણ નથી.

વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે બેંગ્લુરુ પોલીસે મારી મદદ કરી અને મને ઝડપથી આરોપીને પકડવાનું આશ્વાસન આપ્યું છે. મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે.

ઝોમેટોએ માગી માફી, મદદનું આશ્વાસન

મહિલાના આરોપ પર ઝોમેટોએ સ્પષ્ટા પણ કરી છે. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Har Funn Maula Song Out: આમિર ખાન અને એલી એવરામ વચ્ચે જોવા મળી હૉટ કેમેસ્ટ્રી, જુઓ VIDEO

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat