ટી-20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે સુપર 12ના રાઉન્ડમાં થયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ મોટો અપસેટ સર્જિને પાકિસ્તાનને એક રને માત આપી છે. આ સાથે જ પાકિસ્તાન પોતાની બંને મેચ હારી ચૂક્યું છે. ઝિમ્બાબ્વે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ 130 રન બનાવ્યા હતા.
Advertisement
Advertisement
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બાબર આઝમ અને રિઝવાન બંને સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તે પછી વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને અંતે પાકિસ્તાન માત્ર 129 રન જ બનાવી શકી હતી.
તો બીજી તરફ ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાની બેટ્સમેનોને રન લેવા માટે તરસાવી દીધા હતા. પાકિસ્તાની મૂળનો સિકંદર રજાએ પાકિસ્તાનની ત્રણ વિકેટો લઇને પોતાની ટીમને જીત તરફ લઈ ગયો હતો.
Advertisement