Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ઝાલોદ: બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત

ઝાલોદ: બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત

0
2

ઝાલોદ તાલુકાના થેરકા ગામના રહેવાસી 50 વર્ષિય જુવાનભાઈ મગનભાઇ વાદી શુક્રવારના રોજ થેરકાથી મધ્યપ્રદેશના મેઘનગર જવા માટે તેમના સાળા કલણભાઇના 13 વર્ષિય છોકરા અર્જુનને સાથે લઇને મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા.

તે દરમ્યાન મીરાખેડી સરકારી દવાખાના પાસે બીજી મોટરસાયકલના ચાલકે તેની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જવાન ભાઈની મોટરસાયકલને અડફેટે લઇ ટક્કર મારી અકસ્માત કરતા જવાન ભાઈ ફંગોળાઈ જતા નીચે પડી ગયા હતા.

આ દૂર્ઘટનામાં જવાન ભાઇને માથામાં તથા મોઢા ઉપર બન્ને હાથે પગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર બાઇક પણ ઘાયલ થતાં તેને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ અકસ્માત સંદર્ભે અરવિંદભાઇ ચંદુભાઇ વાદીએ અકસ્માત કરનાર બાઇક ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat