નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ફરી ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળી શકે છે. 2011 વર્લ્ડકપનો હીરો યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતા ફેબ્રુઆરી 2022માં ફરી પિચ પર ઉતરવાનો ઇશારો કર્યો છે.
યુવરાજના મેદાન પર ફરીથી ઉતરવાના ઇશારામાં કેટલો દમ છે આ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ જે દેખાઇ રહ્યુ છે તે સમય છે. યુવરાજે જે પોતાનો વીડિયો અપલોડ કર્યો છે, તે તેની ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમેલી 150 રનની ઇનિંગ્સનો છે. બેટિંગ કરતા પોતાના આ વીડિયોને તેને તેરી મિટ્ટી ગાયન પર એડિટ કરી પોસ્ટ કર્યો છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યુ, તમારૂ ભાગ્ય ભગવાન નિર્ધારિત કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરી એક વખત ફેબ્રુઆરીમાં પિચ પર ઉતરીશ. આ ફીલિંગથી વધીને મારી માટે કઇ નહી હોય. હું તમામનો તેની માટે આભારી રહીશ.
યુવરાજની ઇન્ટરનેશનલ કરિયર
યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન ડે અને 58 ટી-20 મેચ રમી છે. યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 11000 કરતા વધુ રન બનાવ્યા છે જેમાં 17 સદી અને 71 અડધી સદી સામેલ છે. જ્યારે યુવરાજ પોતાના ફુલફોર્મમાં હતો તો વિરોધી ટીમ માટે તેને રોકવો મુશ્કેલ હતો. 11000થી ઉપર રન બનાવવા સિવાય તેમણે 148 વિકેટ પણ ઝડપી છે જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લીધી છે.
2000માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ
યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ડેબ્યૂ વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નૉકઆઉટ ટૂર્નામેન્ટથી કર્યુ હતુ અને તે 17 વર્ષ સુધી ભારત માટે રમ્યો હતો. યુવરાજે પોતાની અંતિમ મેચ ભારત માટે 30 જૂન 2017માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડેમાં રમી હતી. યુવરાજ સિંહે 2019માં રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.