Gujarat Exclusive > યુથ > મનોરંજન > YouTube પરથી વીડિયો ડિલીટ કરવાથી નિરાશ કૈરી મિનાતીએ આખરે તોડી ચુપ્પી

YouTube પરથી વીડિયો ડિલીટ કરવાથી નિરાશ કૈરી મિનાતીએ આખરે તોડી ચુપ્પી

0
2850

નવી દિલ્હી: જો તમે યુટ્યૂબ (YouTube) પણ થોડા પણ સક્રિય છો, તે કૈરી મિનાતી (Carry Minati) એટલે કે અજય નાગરને સારી રીતે જાણતા હશે. તાજેતરમાં તેઓ ઈન્ટરનેટની દુનિયામાં ત્યારે હૉટ ટૉપિક બની ગયા હતા, જ્યારે તેણે પોતાના લેટેસ્ટ વીડિયો YouTube V/S TikTok: The End માં TikTok સ્ટાર આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યો હતો. આ વીડિયોએ અનેક રોકોર્ડ તોડી નાંખ્યા હતા. આ વીડિયો ભારતમાં સૌથી વધુ લાઈક મેળનાર વીડિયો પણ બની ગયો હતો.

હવે કૈરી અને તેનો વીડિયો ફરીથી ટ્રેડિંગમાં છે. આ વખતનું કારણ વીડિયો હટાવવાનું છે. વાસ્તવમાં YouTubeએ કૈરી મિનાતીના YouTube V/S TikTaok વીડિયોને ગાઈડલાઈન્સ વિરૂદ્ધ માનતા પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધો છે. હવે કૈરીના વીડિયો પર લિન્ક પર ક્લિક કરવા પર મેસેજ આવે છે કે, આ વીડિયો યુટ્યૂબની પોલિસીની વિરૂદ્ધ મળી આવવાના કારણે હટાવી દેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
છેલ્લા એક મહિનાથી ઈન્ટરનેટ પર બે કૉમ્યુનિટીઝ વચ્ચે જંગ ચાલી રહી છે. જેનું નામ છે YouTube V/S TikTaok. જેની શરૂઆત વધુ એખ રોસ્ટિંગ યુટ્યૂબર એલવિશ યાદવે એક વીડિયો દ્વારા કરી હતી. સૌ પ્રથમ એલવિશ યાદવે એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં કેટલાક જાણીતા TikTok સ્ટાર્સને રોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. આ રોસ્ટ બાદ અનેક લોકો એલવિશ યાદવની ટીકા પણ કરી હતી. આ સિવાય બીજા પણ અનેક લોકોને TikTok કોમ્યુનિટીની રોસ્ટ કરી હતી.

આ વિવાદ ત્યારે વકર્યો, જ્યારે જાણીતા ટીકટૉકર ટીમ નવાબના આમિર સિદ્દીકીએ એક IGTV વીડિયો અપલોડ કર્યો અને તેમાં યુટ્યૂબ અને ટીકટૉક વચ્ચેની અનેક વાતોને લઈને સરખામણી કરી. જેમાં તેણે એવા અનેક ફેક્ટ્સ રજૂ કર્યા, જે યુટ્યૂબર્સ અને ફેન્સને પસંદ પડ્યા નહતા.

આમિરના વીડિયો બાદ ભારતમાં રોસ્ટિંગ કલ્ચર લાવનાર તરીકે ઓળખાતા કૈરીએ પણ પોતાનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તેમણે આમિર સિદ્દીકીને રોસ્ટ કર્યો. આ વીડિયોમાં કૈરીએ ગાળોનો પણ ભરપુર ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અપલોડ કરતા સમયે કૈરી મિનાતીની ચેનલ પર 10.5 મિલિયન જેટલા ફોલોવર્સ હતા, જે વધીને હાલ 16.5 મિલિયન કરતાં પણ વધી ગયા છે. આ વીડિયો પર 60 મિલિયનથી વધુ વ્યૂઝ અને 10 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા. આ સાથે જ આ વીડિયો ભારતનો સૌથી વધુ લાઈક કરવામાં આવનાર વીડિયો બની ગયો.

આ વીડિયો અપલોડ થયાના 5 દિવસ બાદ જ YouTubeએ તેને એવું કહીને હટાવી દીધો કે, તે એની ગાઈડલાઈન્સની વિરૂદ્ધ છે. જે બાદ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #JusticeForCarry ટ્રેન્ડ કરવા લાગ્યું હતુ. કૈરીના ફેન્સ તમામ સોશિયલ મીડિયા પર YouTubeના નિર્ણયની આલોચના કરતા હતા. જણાવી દઈએ કે, YouTubeએ માત્ર કૈરી જ નહીં, પરંતુ અન્ય રોસ્ટર્સ એલવિશ યાદવ અને લક્ષ્ય ચૌધરીના TikTok રોસ્ટ વીડિયોને પણ પોતના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધા છે.

કૈરી મિનાતી ઉર્ફ અજય નાગરની પ્રતિક્રિયા
કૈરી મિનાતીએ પણ પોતાના વીડિયો દૂર કરવા પર સવાલ ઉઠાવ્યા છે. કૈરીએ જણાવ્યું કે, મને પણ નથી ખબર કે, ક્યાં કારણસર અથવા ક્યા ડાયલૉગના કારણે આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે? જો કે હવે હું જોઈ રહ્યો છું કે, લોકો મારા ડાયલૉગનો પોતાની મેળે અર્થ નીકાળી રહ્યાં છે. મેં ખુદ આર્ટિકલ વાંચ્યા છે અને વીડિયો પણ જોયા છે, જેમાં મારા એક-એક શબ્દના અલગ અર્થ નીકળીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે.

આ સિવાય કૈરીએ ટ્વીટર પર પણ એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, મેં કાયમ એવું જ ઈચ્છ્યું છે કે, વીડિયોઝ બનાવું અને લોકોને મનોરંજન પૂરૂ પાડું. જ્યારં હું 10 વર્ષનો હતો, ત્યારથી જ વીડિયો બનાવતો આવું છુ અને અત્યાર સુધી મને રોકવામાં નથી આવ્યો. મેં મારી આશાઓ, સપના, મારી જિંદગીને યુટ્યૂબ પર પોતાના લોકોના નામે કરી દીધી છે.

પોતાના વીડિયો અંગે કૈરીએ લખ્યું છે કે, આને સ્વીકારવું અઘરૂ છે, પરંતુ આ વીડિયો બેન જ રહેશ. આ વીડિયો અને પહેલા જ અનેક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે અને આવું સાબિત કરવાથી આપણે માત્ર એક જ દિવસ દૂર હતા કે, યુટ્યૂબ પર ગ્લોબરી સૌથી વધુ લાઈક કરવામાં આવનાર અને સૌથી પૉપ્યુલર નૉન મ્યુઝિકલ વીડિયો એક ઈન્ડિયન ક્રિએટરનો છે. ક્યારે-ક્યારે સૌથી મોટા એચિવમેન્ટ સરળ ટાર્ગેટ બની જાય છે. એવામાં યોગ્ય જવાબ ના મળવા પર નિરાશા થાય છે.

કોણ છે કૈરી મિનાતી?
કૈરી મિનાતી યૂટ્યૂબ ચેનલ ચલાવનાર યુવકનું નામ અજય નાગર છે. 20 વર્ષનો અજય નાગર ફરિદાબાદનો રહેવાશી છે. કૈરી શરૂથી જ અનેક મોટા એક્ટર્સની મિમિક્રી કરતો આવ્યો છે. પોતાના આ પૈશનને કારણે તેણે પોતાની 12માં ધોરણની પરીક્ષા છોડી દીધી હતી. હાલ તે ઓપન સ્કૂલિંગથી અભ્યાસ કરી રહ્યો છે. 15 વર્ષની ઉંમરમાં જ તેણે પોતાની પ્રથમ યુટ્યૂબ ચેનલ બનાવી હતી, પરંતુ તે વધારે ચાલી નહતી.

જે બાદ તેણે એક નવી YouTube ચેનલ બનાવી, જેના પર તે અનેક સ્ટાર્સની નકલ કરતો હતો અને તેનું નામ તેણે “સની દેઓલ” રાખ્યું અને પાછળથી બદલીને “કૈરી દેઓલ” કરી દીધું. તે ચર્ચામાં ત્યારે આવ્યો, જ્યારે તેણે જાણીતા યુટ્યૂબર ભુવન બામને રોસ્ટ કર્યો. જે બાદ તેના સબસ્ક્રાઈબર્સ ઘણાં વધી ગયા. હાલ તે ભારતના જાણીતા યુટ્યૂબર્સમાંથી એક છે. વર્ષ 2019માં જાણીતા મેગેઝીન ટાઈમ્સે તેને પોતાની નેક્સ્ટ જનરેશન લીડર્સ-2019ના લિસ્ટમાં સ્થાન આપ્યું હતુ. કૈરીની બીજી પણ એક ચેનલ છે, જેના પર તે રોજ લાઈવ આવીને ગેમ રમે છે અને ચિટચેટ કરે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉન 4.0માં બન્યા 5 ઝોન, જાણો શું છે બફર અને કન્ટેનમેન્ટ ઝોન