Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Amazon Fire TV પર પણ ચાલશે YouTube, પ્રાઈમ વીડિયો પર જોડાયું ગૂગલ ક્રોમકાસ્ટ સપોર્ટનું ફિચર્સ

Amazon Fire TV પર પણ ચાલશે YouTube, પ્રાઈમ વીડિયો પર જોડાયું ગૂગલ ક્રોમકાસ્ટ સપોર્ટનું ફિચર્સ

0
317

ગૂગલની પ્રખ્યાત વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ YouTube હવે એમેઝોન ફાયર ટીવી પર વાપસી કરી રહ્યું છે. બન્ને કંપનીઓએ જાહેર કર્યું કે, તે એક સાથે કામ કરશે. જ્યારે બીજી એમેઝોને પણ પ્રાઈમ વીડિયો એપને ક્રોમકાસ્ટ અને ક્રોમકાસ્ટ બિલ્ટ ઈન ડિવાઈસ માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ જાહેર કર્યું કે, પ્રાઈમ વીડિયો તમામ એન્ડ્રોઈડ ટીવી ડિવાઈસ પાર્ટનર પર પણ ઉપલબ્ધ થશે, જ્યારે યૂટ્યૂબ અને યૂટ્યૂબ કિડ્સ આ વર્ષના અંત સુધીમાં ફાયર ટીવી પર આવી જશે.

યૂટ્યૂબના ગ્લોબલ હેડ હેથર રિવેરાએ જણાવ્યું કે, અમે અમેઝોનના સાથે કામે કરવાને લઈને વધારે ઉત્સાહી છીએ. ફ્લેગશિપ યૂટ્યૂબ અનુભવને અમેઝન ફાયર ટીવી પર આપવું અમારા યુઝર્સ માટે વધારે ફાયદા કારક રહેશે. જેથી યુઝર્સને અલગ-અલગ પ્રકારના વીડિયો જોવાની તક સાંપડશે.

અમેઝોને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, યુટ્યુબ એપ ફાયર ટીવી યૂઝર્સ માટે કોઈ કંટેન્ટને જોવા માટેની સૌથી સરળ રીત હશે. એપમાં સમાવેશ થતા જ ફાયર ટીવી યુઝર્સ સરળતાથી સાઈનઈન કરી યૂટ્યૂબનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઉપરાંત વીડિયોને 4K HDR 60 ફ્રેમ પ્રતિ સેકેન્ડ જોઈ શકાય છે.

અમેઝોન એક વિશાળ અનોલાઈન રિટેલર છે. તેની ગણના દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ રિટેલર તરીકે થાય છે. અમેઝોન વિશ્વની ચોથી સૌથી મોટી કંપની છે. જ્યારે માઈક્રોસોફ્ટ અને એપ્પલ જ તેના પહેલા આવે છે. જેફ બેજોસ દ્વારા વર્ષ 1994માં અમેઝોનની સ્થાપના કરવામાં આવી હતી.

બજારમાં પોતાનો ઈજારો કાયમ કરવા માટે અમેઝોને કાયમ નવા ઉત્પાદનો માટે ઓછા નફાના માર્જિનના દ્રષ્ટિકોણને અપનાવ્યો જેને તેને આશ્ચર્યજનક ફાયદો પણ થયો છે.

જ્યારે ગૂગલની વાત કરવામાં આવે તો, તે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. ગૂગલના સર્ચ એન્જિન સાથે જ અન્ય બિઝનેશ પણ છે. જેમ કે ઈન્ટરનેટ એનાલિટીક્સ અને ક્લાઉડ કોમ્યુટિંગ જેવી સેવાઓ પણ આપે છે. આ ઉપરાંત ગૂગલ ડ્રાઈવ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.