Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > યુવતીને લગ્નની લાલચ આપી પરણિત યુવકે અનેક વખત દુષ્કર્મ આચર્યું

યુવતીને લગ્નની લાલચ આપી પરણિત યુવકે અનેક વખત દુષ્કર્મ આચર્યું

0
157

અમદાવાદ: ચાંદખેડાની યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા ઘરેથી ભાગીને યુવક સાથે અલગ મકાનમાં રહેવા લાગી હતી. યુવકે યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતુ. યુવતી ગર્ભવતી બની ત્યારે યુવકે ગર્ભપાત પણ કરાવ્યું હતું. બાદમાં રહશ્ય ખુલ્યું કે,યુવક પરિણિત છે અને તેને બે બાળકો છે. જેથી યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડામાં રહેતી યુવતી એક મોલમાં નોકરી કરે છે. યુવતી મોલમાં નોકરી કરતી હતી ત્યારે એક યુવક સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંન્ને વચ્ચે મિત્રતા થઈ અને એક બીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. જો કે રોજ બંન્ને ફોન પર વાતો કરવા લાગ્યા અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. યુવકે લગ્નની લાલચ આપી હતી. જેથી યુવતી તેના પિતાના ઘરેથી ભાગીને યુવક સાથે રહેવા આવી ગઈ હતી. જેથી યુવક એક અલગ મકાન રાખી યુવતી સાથે લીવઈનમાં રહેવા લાગ્યો હતો. દરમિયાનમાં યુવકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

જો કે યુવતી ગર્ભવતી બની ત્યારે યુવકે ગર્ભપાત પણ કરાવડાવ્યું હતું. જો કે યુવતીએ લગ્નની વાત કરી ત્યારે યુવકે થોડા સમય પછી લગ્ન કરીશું તેવુ રટન કરતો રહેતો હતો. દરમિયાન યુવતીને જાણવા મળ્યું હતું કે, આ યુવક પરણિત છે અને બે બાળકોનો પિતા પણ છે. જેથી યુવતીના પગ નિચેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં આ યુવતી ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચી યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat