Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતઃ જીવનમાં પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતી યુવતીઓમાં અનેરો ઉત્સાહ

સુરતઃ જીવનમાં પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતી યુવતીઓમાં અનેરો ઉત્સાહ

0
134

સુરતની યુવતીઓ મતદાન માટે શિક્ષિત હોવાનો અર્થ સમજાવી રહી છે

સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓ (Young voters) ખાસ કરીને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. તેમના મતે 5 વર્ષમાં એક વખત મતાધિકારની ફરજ ન અદા કરીએ તો શિક્ષિત હોવાનો કોઇ અર્થ નથી.

પાલ સ્થિત વેસ્ટર્ન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય દિવ્યા અશોકભાઈ કોટક પ્રથમવાર મતદાન કરવાં અડાજણની એલ.પી.સવાણી સ્કુલના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી. કહે છે કે,

‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ?’

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી, કાર્યકરોને એક્ટિવ કરાયા

દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર

ઉમંગ અને ઊર્જાથી ભરેલી 22 વર્ષીય પ્રિયાંશી ગઢિયા (Young voters)એ અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી અને જણાવ્યું કે,

‘પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’ 

મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ

સમ્રાટ કેમ્પસ અડાજણમાં પરિવાર સાથે રહેતી અને સ્કેટ એન્જિનિયરીંગ કોલેજમાં ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરતી પ્રિયાંશી (Young voters)પિતા પ્રફુલભાઈ અને માતા રિતાબેન સાથે મતદાન કરવાં આવી હતી. તેણે જણાવ્યું કે,

“મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાંની અપીલ કરી હતી.”

આ પણ વાંચોઃ અમદાવાદઃ બોગસ વોટિંગ અને મતદારો સાથે ધાકધમકીની ફરિયાદ

એક-એક મત અતિ કિંમતી

પ્રથમવાર મતદાન કરનાર 18 વર્ષીય સલોની કોન્ડાળકર અડાજણના અલ્પેશનગરમાં રહે છે. તે કે.પી.કોમર્સ કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મતદાન કર્યા બાદ ખુશીભર્યો પ્રતિભાવ આપતા જણાવ્યું કે,

“આપણો એક-એક મત અતિ કિંમતી છે. જેને વેડફવાને બદલે લોકશાહીને મજબૂત કરવામાં ઉપયોગ કરીએ તે જ યથાયોગ્ય છે. ખાસ તો, દેશનું ભવિષ્ય એવા યુવા મતદારોએ લોકશાહીની ગરિમા ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવું જ જોઈએ.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat