Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસામાં હોમગાર્ડની ભરતીની દોડમાં યુવકનું મોત

મોડાસામાં હોમગાર્ડની ભરતીની દોડમાં યુવકનું મોત

0
2

રાજયમાં હાલ યુવકો દ્વારા પોલીસની પરીક્ષાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે હોમગાર્ડની પરીક્ષાની પ્રેક્ટીસ કરતા એક યુવક મોતને ભેટ્યો હતો. યુવકને દોડ દરમિયાન છાતીમાં અસહ્ય દુઃખાવો થયો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ યુવકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મોડાસાના સાકરીયા નજીક પોલીસ પરેડ મેદાનમાં હોમગાર્ડના ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી હતી. આ ટેસ્ટમાં ભીલકુવા ગામનો યુવક દોડ લગાવી રહ્યો હતો. જો કે, દેડ લગાવતી વખતે તેને અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો હતો અને તે જમીન પર સરી પડ્યો હતો. અચાનક યુવકનું હૃદય બેસી જતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે યુવકને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બાળપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર યુવક હોમગાર્ડની રેસમાં જંગ હારી જતાં તેના બે બાળકો નિરાધાર બન્યા હતા. હોમગાર્ડની ભરતીમાં નોકરીની રેસમાં રણજીતસિંહ જંગ હારી જતાં મૃતકના પરિવાજનો, સગા-સબંધીઓ અને મિત્રો મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂકતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવકે બાળપણમાં તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેના કાકાએ તેનો ઉછેર કર્યો હતો. મૃતક યુવકને 3 વર્ષ અને 7 મહિનાના બે સંતાન છે, ત્યારે મૃતક યુવકની જેમ તેના બંને બાળકોએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પરિવારના જીવનનિર્વાહ માટે યુવાઓ પરસેવો પાડી રહ્યા છે. જ્યાં મળે ત્યાં નોકરી કરવા તત્પર યુવાઓ ખાનગી હોય કે સરકારી પ્રયત્ન કરીને નોકરી મેળવવા પ્રતિબદ્ધ છે. ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લામાં હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. ત્યારે અરવલ્લીમાં મોડાસામાં તાલુકાના ભીલકુવા ગામનો યુવક માતા-પિતાની બાળકમાં જ છત્રછાયા ગુમાવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat