Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મણિનગરમાં શેર બજારનો સટ્ટો રમાડતા યુવકની ધરપકડ

મણિનગરમાં શેર બજારનો સટ્ટો રમાડતા યુવકની ધરપકડ

0
8

મણિનગર પોલીસે ઓનલાઈન સટ્ટો રમાડતા યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક મોબાઈલ એપ્લીકેશન દ્વારા શેર બજારમાં ટ્રેડિંગ કરતો હતો. પોલીસે આરોપીના મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ સિંહ અને તેના સાથીને બાતમી મળી હતી કે, એક શખ્સ અલગ અલગ ક્રેડીટ કાર્ડતી શેર બજારનો ગેર કાયદેસરનુ ટ્રાજેકશન કરે છે. આ યુવક ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરીને દેશના અર્થતત્રને નુકશાન કરે છે. પોલીસે આ શખ્સની અટકાયત કરીને પુછપછ કરતા તે શખ્સનું નામ વિશાલ ભડીયાત્રરા હોવાનુ જણાવ્યું હતું. વિશાલ મુળ ભાવનગરનો રહેવાશી છે તેની પાસેથી પોલીસને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આ મોબાઇલ ફોનમાં પોલીસ તપાસ કરતા તેમા અલગ-અલગ એપ્લિકેશન હોવાનું જાણવા મળ્યું હતું જે મારફતે તે અલગ-અલગ લોકોને સીધા નહીં પણ ડબ્બા ટ્રેડીંગની જેમ શેરબજારમાં રૂપિયો લગાવતો હતો. જે રૂપિયાના તે કોઇ એકાઉન્ટમાં જમા કરવાને બદલે બારોબાર સોદા કરતો હતો. જેના કારણે દેશના અર્થતત્રને નુકશાન થઇ શકે તેમ હોવાથી પોલીસે હાલ વિશાલ આ રીતે કેટલા લોકોના રૂપિયા બારોબાર ટ્રેડીંગ કરતો હતો.તે વિગત મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat