Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘નશે સી ચઢ ગયી ઓયે..! અમદાવાદમાં દારૂ પીને યુવતીનો હોબાળો, પોલીસે કરી ધરપકડ

‘નશે સી ચઢ ગયી ઓયે..! અમદાવાદમાં દારૂ પીને યુવતીનો હોબાળો, પોલીસે કરી ધરપકડ

0
2962

અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બેરોકટોક દારૂનું વેચાણ થતું રહે છે અને અવારનવાર રાજ્યમાંથી દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે. હાલ કોરોના મહામારીના પગલે લાગૂ લૉકડાઉન વચ્ચે અમદાવાદના રામોલ વિસ્તારમાં એક યુવતીએ દારૂના નશામાં ધૂત થઈને ધમાલ મચાવી હોવાની ઘટના બની છે. નશામાં છાકટી બનેલી યુવતીની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં શિવાની અને નેહા નામની બે યુવતીઓ સાથે રહે છે. જેમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ શિવાની ઘરે હાજર હતી, ત્યારે નેહા લથડિયા ખાતી બહારથી આવી હતી અને બૂમો પાડવા લાગી હતી. નેહાની હાલત જોઈને શિવાનીને ખ્યાલ આવી ગયો હતો કે, તે નશાની હાલતમાં છે અને તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. શિવાનીએ નેહાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે તેની વાત માની નહતી અને બૂમો પાડવા લાગી હતી. આખરે કંટાળીને શિવાનીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા રામોલ પોલીસ મહિલા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા નેહાના મોઢામાંથી દુર્ગંધ આવતી હતી અને જીભ પણ તોતડાતી હતી. આથી પોલીસે દારૂ અંગેની પરમિટ માંગી હતી, જે નેહા પાસે ન હતી. આખરે પોલીસે નેહા સામે પ્રોહિબિશન એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ડોનાલ્ડ ટ્રમ્પનો WHO પ્રમુખને પત્ર, લખ્યું- ‘30 દિવસમાં સુધરો, નહીંતર…!’