Gujarat Exclusive > રાજનીતિ > સરકારમાં પરિવર્તનની અટકળો વચ્ચે યોગી પહોંચ્યા દિલ્હી, મોદી-નડ્ડા અને શાહને મળશે

સરકારમાં પરિવર્તનની અટકળો વચ્ચે યોગી પહોંચ્યા દિલ્હી, મોદી-નડ્ડા અને શાહને મળશે

0
58

ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમી વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગી આજે દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના અનેક મોટા ચહેરાઓ સાથે મુલાકાત કરશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશની ચૂંટણીની રણનીતિ બનશે. તે સાથે જ યૂપી સંગઠન અને મંત્રીમંડળના વિસ્તાર પર પણ ચર્ચા થઈ શકે છે. એકે શર્માને લઈને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

મોદી રાત્રે સ્વતંત્રદેવ સિંહ અને સુનીલ બંસલ સાથે બેઠક

સીએમ યોગી આદિત્યનાથે લખનઉમાં મોડી રાત્રે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલ સાથે બેઠક કરી. આ બેઠક વિશે આમ તો સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે, દર મહિને થનાર રૂટીન બેઠક હતી પરંતુ આ બેઠકમાં સામેલ થવા માટે સુનીલ બંસલ હેલિકોપ્ટરથી લખનઉ પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક હાલના દિવસોમાં રાજકીય અટકળો વિશે રિપોર્ટ આપવા સીએમ યોગી આદિત્યનાથ દિલ્હી ગયા છે. તે ઉપરાંત પાછલા એક મહિનાના ઘટનાક્રમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ભાજપામાં અનેક રાજકીય અટકળોના કારણે બજાર ગરમ રહ્યું. ભાજપા અને આરએસએસના મોટા નેતાઓએ લખનઉની મુલાકાત લીધી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat