Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: મનસુખ વસાવાના ગંભીર આરોપ પછી BTP આગેવાન 1 વર્ષ માટે તડીપાર

નર્મદા: મનસુખ વસાવાના ગંભીર આરોપ પછી BTP આગેવાન 1 વર્ષ માટે તડીપાર

0
6

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા

બોગજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના કેસમાં ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં તપાસ માટે બોલાવ્યા હતા, ત્યાંથી જ સીધો તડીપાર કરી દેવાયા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે આખરે એક જિલ્લા નર્મદા જિલ્લા તડીપાર કર્યા છે.હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે.ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ દરમિયાન ડેડીયાપાડામાં 3, રાજપીપળામાં 1 અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ થયો હતો.આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ મારમારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો.આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી.આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં બોલાવાયા હતા એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.

આ મામલે નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગરીબોના હક માટે લડનાર ભાજપ સરકાર વિરુદ્ધ સુર ઉભો કરનાર તમામ લોકોને ગુંડા એક્ટ અને તડીપાર એક્ટનો ઉપયોગ કરી કાયદાનો દુરુપયોગ કરી હક અધિકારની લડાઈને ડામી દેવા માંગે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat