Gujarat Exclusive > દેશ-વિદેશ > યોગી સરકારે પાન-મસાલા પર લગાવ્યો પ્રતિબંધ, ઉત્પાદન પણ નહીં થાય

યોગી સરકારે પાન-મસાલા પર લગાવ્યો પ્રતિબંધ, ઉત્પાદન પણ નહીં થાય

0
662

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સમગ્ર રાજ્યમાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે યૂપીમાં પાન મસાલાના ઉત્પાદન, ખરીદ અને વેચાણ પર આગલા આદેશ સુધી રોક લગાવી છે. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પાન મસાલાનો મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમાં કાનપુર અને નોઇડા પ્રમુખ છે.

કોરોના વાયરસના સક્રમણનો ખતરો

મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારે એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે, ગુટખા, પાન મસાલા અને પાન પર પ્રતિબંધ લગાવવામાં આવે.

તેમણે જણાવ્યુ કે, લોકો ગુટખા અને પાન મસાલા ખાઈને સરકારી ઓફિસ, બજાર અને જાહેર સ્થળો પર થૂંકે છે. તેનાથી ગંદગી તો ફેલાય છે, હાલ કોરોનાવાયરસના સંક્રમણનો પણ ખતરો વધી ગયો છે.

2017માં પણ લગાવ્યો હતો બેન

જણાવી દઈએ કે, જ્યારે યોગી આદિત્યનાથ 2017માં ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા ત્યારે પણ તેમણે રાજ્યમાં પાન-ગુટખા પર બેન લગાવ્યો હતો. પણ શરૂઆતી કડકાઈ પછી રાજ્યમાં ફરીથી પાન-ગુટખાના વેચાણ શરૂ થઈ ગયુ હતું. હવે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે.

સીએમ યોગી આદિત્યનાથના આદેશ પછી બુધવારે રાજ્ય સરકારે પાન મસાલાના ઉત્પાદન, ખરીદ અને વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાધ્યો છે. આ પ્રતિબંધ આગલા આદેશ સુધી જારી રહેશે. જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે યુપી સરકારે લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરથી બહાર ના નિકળે. યોગી સરકારે જણાવ્યુ કે, યૂપી વહીવટીતંત્ર લોકોના ઘર સુધી સામાન પહોંચાડશે.

કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને થશે લાભ