Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > #YogaDay2019: બાબા રામદેવ અહીંથી શીખ્યા યોગ, કરવી પડી લાંબી સાધના

#YogaDay2019: બાબા રામદેવ અહીંથી શીખ્યા યોગ, કરવી પડી લાંબી સાધના

0
758

યોગ ગુરૂ બાબા રામદેવે આધ્યાત્મિક પ્રેરણાથી યોગ શીખ્યા બાદ તેને લોકો સુધી પહોંચાડ્યો છે. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો જાણીએ બાબા રામદેવે યોગ કેવી રીતે અને ક્યાંથી શીખ્યો છે.

યોગ ગુરૂ બાબા રામદેવે ગંગોત્રીની ગુફાઓમાં સાધના કરીને યોગ શીખ્યો છે અને દુનિયાભરમાં તેને એક આગવી ઓળખ અપાવી છે. તેમણે સ્વામી અપરોક્ષાનંદ પાસેથી યોગમાં મહારત પ્રાપ્ત કરી હતી.

બાબા રામદેવ ગંગોત્રીને પોતાની આધ્યાત્મિક જન્મભૂમિ માને છે. હાલમાં પણ જૂના દિવ્ય યોગ મંદિરના માધ્યમથી સાધુ સંતોને પતંજલિના ઉત્પાદનો અને શાકભાજી જેવી જરૂરી સામગ્રી પહોંચાડીને સતત તેમની સેવા કરતા રહે છે.

બાબા રામદેવે વર્ષ 1992થી 1994ની વચ્ચે શ્રી કૃષ્ણ આશ્રમ, ગંગાબાગ, સોહમ ગુફા, ગૌરીકુંડ જેવી જગ્યાઓમાં સાધના કરીને આધ્યાત્મિક જ્ઞાન પ્રપ્ત કર્યું છે. 2014માં તે ગંગોત્રીથી આગળ સ્થિત તપોવનમાં પણ ગયા હતા.

યોગ ગુરૂ બાબા રામદેવે 1995માં સંન્યાસ ગ્રહણ કરીને યોગને ગુફાઓમાંથી બહાર લાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું પ્રણ લીધું છે.