Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનથી યતીન ઓઝાએ આપ્યુ રાજીનામું

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનથી યતીન ઓઝાએ આપ્યુ રાજીનામું

0
148

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (GHCAA)ના પ્રમુખ યતીન ઓઝાએ રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામું તેમણે એસોસિએશનના સેક્રેટરી જનરલને સોપી દીધુ છે. યતીન ઓઝાએ મહાસચિવને લખેલા પત્રમાં કહ્યું કે, તેઓ પ્રત્યક્ષ સુનાવણી માટે અદાલતોને ફરીથી ખોલવા અંગે પદાધિકારીઓમાં મતભેદોને કારણે રાજીનામું આપી રહ્યાં છે.

યતીન ઓઝાએ GHCAA દ્વારા યોજાયેલા લોકમતનો ઉલ્લેખ કર્યો હતો કે, શું સભ્યો કોર્ટમાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે કે વર્ચ્યુઅલ? મતદાન કરનારા 800 સભ્યોમાંથી 64% પ્રત્યક્ષ રીતે કામ કરનારા કોર્ટના પક્ષમાં હતા જ્યારે 36% વર્ચ્યૂઅલ સુનાવણી ઇચ્છતા હતા. યતીન ઓઝાએ જણાવ્યુ હતું કે, એસોસિએશને મુખ્ય ન્યાયાધીશને અદાલતોને ફરીથી ખોલવા વિનંતી કરી છે. જોકે, એસોસિએશનના પદાધિકારીઓને બેંચ દ્વારા ચર્ચા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે મહાસચિવ પૃથ્વીરાજ જાડેજા પર આદેશ સામે કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો હતો.

યતીન ઓઝાએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, કોર્ટ ખોલવાનો વિરોધ કરનારા જાડેજાના કારણે તેઓ આ અંગે બેંચને મનાવી શક્યા નહી. તેમણે કહ્યું કે તેઓ આને કારણે રાજીનામું આપી રહ્યાં છે કારણ કે લોકમત ફેરવવું યોગ્ય નથી.

ગુજરાતમાં સાગમટે 1 હજારથી વધુ લોકો સાજા થયા, 24 કલાકમાં 415 કેસ નોંધાયા