Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > યુકો બેંકે યશ બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કર્યા

યુકો બેંકે યશ બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કર્યા

0
435

કોલકત્તાની યુકો બેંકે યશ બિરલા ગ્રુપના ચેરમેન યશોવર્ધન બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કર્યા છે. યશ બિરલા ગ્રુપની (Yash Birla Group) કંપની બિરલા સૂર્યા લિમિટેડે બેંકનું 67.65 કરોડ રૂપિયાનું દેવું નથી ચૂકવ્યું. જેને પગલે તેમને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કરવામાં આવ્યા છે. યુકો બેંકે (UCO Bank) બિરલાના ફોટો સાથે એક પબ્લિક નોટિસ જાહેર કરી છે.

આ નોટિસ મુજબ, યુકો બેંકે બિરલા સૂર્યાને મલ્ટી-ક્રિસ્ટૈલિન સોલાર ફોટોવૉલ્ટાઈક સેલ્સ મેન્યુફેક્ચરિંગ માટે 100 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ આપી હતી. આ નોટિસ મુંબઈ સ્થિત નરીમન પોઈન્ટની કોર્પોરેટ બ્રાન્ચથી જાહેર કરવામાં આવી હતી. બિરલાને ‘વિલફુલ ડિફૉલ્ટર’ દર્શાવતા બેંકે જણાવ્યું કે, કંપની પાસે 100 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ હતી. જેના 67 કરોડ રૂપિયાથી વધારાનું વ્યાજ બાકી હતું. આ લોનને 2013માં એક નોને પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે ક્લાસિફાઈ કરવામાં આવી હતી.

બેંકે પોતાની નોટિસમાં જણાવ્યું કે, દેવું લેનારી કંપની, તેના ડાયરેક્ટર, પ્રમોટર્સ, ગેરેન્ટર્સને બેંક તરફથી ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામની જાણકારી સાર્વજનિક માટે ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને આપવામાં આવી છે. જણાવી દઈએ કે, જો કોઈ પ્રમોટરને બેંક ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કરી દે, તો તેના ધંધાને જ નહી, પરંતુ કોઈ પણ કંપની જેમાં તેઓ ડાયરેક્ટર છે, તેમને ફંડિંગ નથી મળી શકતું.

આ પણ યુકો બેંકના ‘વિલફુલ ડિફૉલ્ટર્સ’
યૂકો બેંકે 7 અન્ય કંપનીઓના ડાયરેક્ટર્સને ‘વિલફુલ ડિફૉલ્ટર’ જાહેર કર્યા છે. જેમના કુલ 740 કરોડ રૂપિયા બાકી નીકળે છે. જેમાં ગીતાંજલિ જેમ્સના મેહુલ ચોક્સી (Mehul Choksi), અભિજીત ફેરોટેક એન્ડ કૈજન પાવરના મનોજ જયસ્વાલ અને અભિષેક જયસ્વાલનો પણ સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી 1 જુલાઈ, 2015ના રોજ રજૂ કરવામાં આવેલા માસ્ટર સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ બેંક અથવા ફાઈનાન્સિયલ ઈંન્સ્ટિટ્યૂટ તરફથી જાહેર કરવામાં આવેલા ‘વિલફુલ ડિફૉલ્ટર’ (Wilful Defaulter) ને વધારાની કોઈ સુવિધા ના મળવી જોઈએ.