Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘નજર ના લગ જાયે…’ આ છે 19 વર્ષની દુનિયાની સૌથી સુંદર યુવતી, જોનારા ભૂલે છે ભાન!

‘નજર ના લગ જાયે…’ આ છે 19 વર્ષની દુનિયાની સૌથી સુંદર યુવતી, જોનારા ભૂલે છે ભાન!

0
208

World’s Most Beautiful Face: 19 વર્ષની મૉડલ (Israeli model) યેલ શેલ્બિયાએ (Yael Shelbia) ટીસી કેન્ડલરની (TC Candler) એન્યુઅલ લિસ્ટમાં 100 સૌથી સુંદર ચહેરાઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતાં વધુ ફૉલોવર્સ સાથે યેલ (Yael Shelbia) પોતાની ડ્રીમ લાઈફ સ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે પોતાની આજ હટકે લાઈફ સ્ટાઈલના પગલે યેલને અનેક વખત ઑનલાઈન આલોચનાનો સામનો પણ કરવો પડ્યો છે.

યેલનો (Yael Shelbia) જન્મ ઈઝરાયલના એક નાના શહેરમાં એક યહુદી કુટુંબમાં થયો હતો. તેણે 16 વર્ષની વયે મૉડલિંગ શરૂ કરી દીધુ હતું.

એક સ્થાનિક ફોટો ગ્રાફરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં નજર નાંખી અને તેને ફોટો શૂટમાં (Yael Shelbia Photoshoot) ભાગ લેવા માટે કહ્યું હતુ. જે બાદ યેલની મૉડલિંગ તરીકેની કેરિયર પાટા પર દોડવા લાગી હતી. યેલ ઈઝરાયલની એરફોર્સ સાથે મિલિટ્રી સર્વિસ પણ કરી ચૂકી છે.

યેલ (Yael Shelbia) હાલ 36 વર્ષના અબજોપતિ બ્રેન્ડન કૉર્ફને ડેટ કરી રહી છે. બ્રેન્ડન અમેરિકાના અબજોપતિ બિઝનેશમેન સમ્નર રેડસ્ટોનનો પ્રપૌત્ર છે.

આ પણ વાંચો:  અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘

યેલે (Yael Shelbia) કિમ કાર્દર્શિયા અને કાઈલી જેનર જેવી સેલેબ્સના સ્કિન રેન્જ પ્રોડક્ટ્સ માટે મૉડલિંગ પણ કર્યું છે. આ સિવાય સુપરસ્ટાર ફૂટબૉલર લિયોનલ મેસ્સી સાથે પણ કામ કરી ચૂકી છે.

યેલનું (Yael Shelbia) કહેવું છે કે, મને લોકોને ભરપુર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. જો કે આ સિવાય મને એવા કેટલાક મેસેજ પણ મળે છે, જેમાં મારી આકરી ટીકા કરવામાં આવી હોય. જો કે હું આવા મેસેજ પર વધારે ધ્યાન નથી આપતી.

યેલને (Yael Shelbia) નવાઈ લાગી હતી, જ્યારે તેને જાણ થઈ કે આ ટાઈટલ જીતવામાં તે સફળ થઈ ગઈ છે. તેને ખ્યાલ નહતો કે, તે આ વર્ષે આ સ્પર્ધાનો એક ભાગ પણ છે.

વર્ષ 2017માં યેલનું (Yael Shelbia) સ્થાન આ યાદીમાં 14માં ક્રમે હતું. જ્યારે 2018માં તે ત્રીજા સ્થાને પહોંચી હતા. 2019માં એક ક્રમનો સુધારો થતાં તે બીજા નંબર પર આવી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ્સના ફાઉન્ડર બ્રિટિશ ફિલ્મ ક્રિટિક ટીસી કેંડલર (TC Candler) છે. આ યાદીમાં મેરિયન કોટિલેર્ડ અને જોર્ડન ડન જેવી સેલેબ્સ પ્રથમ સ્થાન મેળવી ચૂકી છે.

2007માં Thylane Blondeau નામની 6 વર્ષની બાળકી પણ આ સ્પર્ધા જીત્યા બાદ પ્રખ્યાત થઈ ગઈ હતી. આ સાથે જ આ સ્પર્ધા પણ એટલી ફેમસ થઈ ગઈ કે, તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થવા લાગી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9