Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > શાઓમીએ પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Xiomi Mi A2ની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો

શાઓમીએ પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Xiomi Mi A2ની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો

0
396

ચીનની ફોન બનાવતી કંપની શાઓમીએ તેના સેકન્ડ જનરેશનના એન્ડ્રોઈડ સ્માર્ટફોન Mi A2ની કિંમત ઓછી કરી છે. જોકે, આ ઓફર મર્યાદીત સમય માટે છે. શાઓમી આ ફોન પર બે બજાર રૂપિયાની ઓફર આપી રહી છે. પહેલા ફોનની કિંમત રૂ.12,999 હતી હવે આ ફોનની કિંમત રૂ.10,999 છે

કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપી છે. આ વર્ષે બે વાર Mi A2 ફોનની કિંમતમાં ઘટાડો થયો છે. પહેલી વાર આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફોનની કિંમતમાં 2000નો ઘટાડો કરવામાં આવ્યો હતો. પાછલા વર્ષે જ્યારે ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે ફોનની કિંમત 14,999 રૂપિયા હતી. આ ફોનમાં 5.99 ઈંચની ફુલ એચડી સ્ક્રિન+ (2160*1080 પિક્સેલ) રિઝોલ્યુસન ડિસ્પ્લે છે, જેમાં 2.5ડી કવર્ડ ગ્લાસ છે. ફોનમાં ક્વાલકમ ઓકટા-કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે, જે 1.8 ગીગાહાર્ટજ પર ચાલે છે. ગ્રાફિક્સ માટે ફોનમાં અડ્રેનો 512 જીપીયુ આપવામાં આવ્યુ છે.

આ ફોન ડ્યુલ સિમ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. શાઓમી Mi A2ના રિયર ફિંગરપ્રીન્ટ સ્કેનર, ફેસ અનલોક, 3.4 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઈપ-સી જેવા કનેક્ટીવીટી ફિચર્સ આપવામાં છે. ફોનને પાવર આપવા માટે 3010 mAh બેટરી છે. કનેક્ટીવીટી માટે ફોનમાં ડ્યુલ 4જી વીઓએલટીઈ, જીપીએસ, બ્લૂટૂથ 5 અને વાઈ-ફાઈ 802.11 એસી આપવામાં આવી છે.