Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > XIAOMIના પાવરબેંકમાં FM RADIOની માણો મજા,જાણો કિંમત અને બાકીની ડિટેલ્સ

XIAOMIના પાવરબેંકમાં FM RADIOની માણો મજા,જાણો કિંમત અને બાકીની ડિટેલ્સ

0
726

ચીનની સ્માર્ટફોન કંપની XIAOMIએ માર્કેટમાં એક નવી પાવરબેંક લોન્ચ કરી છે. આ પાવરબેંકની ખાસ વાત એ છે કે, તેનાથી મોબાઈલ ચાર્જ કરવાની સાથે-સાથે ગીતો પણ સાંભળી શકો છો.XIAOMIએ પોતાની આ પાવરબેંકમાં એફએમ રેડિયોની સુવિધા પણ આપી છે. આ પાવરબેંક રેડિયોની સાથે ઈલેક્ટ્રોનિક ડિવાઈસેજને ચાર્જ કરશે.

આ પાવરબેંકમાં બે યુએસબી ટાઈપ-એ પોર્ટ્સ આપવામાં આવ્યા છે. તેની ઓવરઓલ ડિઝાઈન રેટ્રો એફએમ રેડિયોથી ઈસ્પાયર છે. માર્કેટમાં XIAOMI પાવર બેંકની જેમ નવી પ્રોડક્ટની કેપિસિટી પણ 10,000mAh છે. કંપનીએ પોતના આ યૂનીક પ્રોડક્ટની કિંમત 138 યુઆન ભારતીયમાં તેની કિંમત લગભગ 1,408 રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા કંપની હેડ વોર્મકવાળી પાવર બેંક પણ લોન્ચ કરી ચુકી છે.

પાવર બેંકના રેડિયો આસ્પેક્ટ્સની વાત કરીએ તો તેમાં રેડિયો સ્પીકર અને જુના રેટ્રો ડિજાઈનની જેમ સ્પીકર ગ્રિલ આપવામાં આવ્યું છે. આ પોડક્ટ પર સ્પીકરની પાસે બે લાઈન ‘Time flies’ અને ‘The age of Elvis’ લખેલી છે. કંપનીએ આ પાવરબેંકમાં સ્કિન-ફ્રેન્ડલી પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે. GizmoChina ની એક રિપોર્ટ અનુસાર આ પાવર બેંક ડિવાઈસને 2.1A કરંટની સાથે 5V પર ચાર્જ કરી શકે છે.

આ પાવરબેંકમાં એક ડિજિટલ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. આ ડિજિટલ ડિસ્પ્લેમાં પાવર બેંકની ચાર્જ કેપિસિટીને બતાવે છે. સાથે તેના ટોપ પર એફએમ રેડિયોના ઓન અને ઓફ કરવા માટે બટન આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ પાવરબેંકની મદદથી iPhone Xને ત્રણ વખત ચાર્જ કરી શકો છો. આ પાવર બેંક સફેદ,કાળા અને પિંક કરલમાં ઉપલબ્ધ છે.

‘PM નરેન્દ્ર મોદી’થી ’કબીર સિંહ’, 2019માં આ ફિલ્મો પર થયો વિવાદ