Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > WTC Final: ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને મળ્યો પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન

WTC Final: ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને મળ્યો પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન

0
133

ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન મળી ગયો. ન્યૂઝીલેન્ડે 23 જૂન 2021ની રાત્રે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી માત આપી. રોસ ટેલરે ફોર લગાવીને પોતાની ટીમને જીત અપાવી.

ન્યૂઝીલેન્ડની કાઈલ જેમીસન પ્લેયર ઓફ ધ મેચ રહ્યાં. તેમને આ મેચમાં 46 ઓવરમાં 22 મેડન ફેકતા 61 રન આપ્યા અને 7 વિકેટ લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને જીત માટે બીજી ઈનિંગમાં 139 રનનું ટાર્ગેટ મળ્યું હતું, જે તેને 45.5 ઓવરમાં 2 વિકેટ પર 140 રન બનાવીને મેળવી લીધો હતો.

આ છે આઇસીસીના પ્રથમ વિશ્વ વિજેતા
1975: વન ડે વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ
2007: ટી-20 આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ, ભારત
2021: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ન્યુઝીલેન્ડ

સાઉથેમ્પટનના મેદાન પર ટીમ ઈન્ડિયાની છેલ્લા બે વર્ષોની મહેનત ધોવાઈ ગઈ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવી દીધું. ભારતીય ટીમે છેલ્લા બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તે ફાઇનલ જીતવા માટે દાવેદાર પણ હતી, પરંતુ હંમેશાની જેમ છેલ્લી ઘડીએ તેના દિગ્ગજ ખેલાડીઓએ નિરાશ કર્યા. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની હારના પાંચ કારણ

ટીમ ઈન્ડિયાની હાર કેમ થઈ?

કેપ્ટન વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાની હાર માટે કારણભૂત બન્યા તેવું ડાયરેક કહેવું ખોટુ ગણાશે પરંતુ ક્યાંક તો તેમનાથી કદાચ રહી ગઈ છે. જેમ કે કોહલીએ પ્લેઇંગ ઇલેવનના સિલેક્શન અને બેટિંગમાં ભૂલો કરીને ટીમ ઈન્ડિયાને હાર તરફ ધકેલી દીધી. સાઉથેમ્પટનની લીલી પીચ પર બે સ્પિનર ઉતાર્યા. જાડેજા અને અશ્વિનને બદલે મોહમ્મદ સિરાજ કે વધારાનો બેટ્સમેનની પસંદગી કરવાની જરૂર હતી. પરંતુ કોહલી પોતાની રણનીતિ પર કાયમ રહ્યો. ત્યારબાદ બેટ્સમેન તરીકે પણ કોહલી ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં 44 રન કર્યા પરંતુ તેની બેટિંગમાં એ વાત નહોતી. બીજી ઇનિંગ તે માત્ર 13 રન કરી શક્યો.

રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલ મેચમાં રોહિત સારી શરૂઆત બાદ મોટી ઇનિંગ ન રમી શક્યો. રોહિતે પહેલી ઇનિંગમાં 34 અને બીજી ઇનિંગમાં 30 રન કર્યા. મુશ્કેલ સમયમાં તેણે સારી બેટિંગ કરી પરંતુ જ્યારે તે ક્રીઝ પર સેટ થઈ ગયો હતો ત્યારબાદ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. પરિણામ એ આવ્યું કે ભારતને હારનો સ્વાદ ચાખવો પડ્યો.

ચેતેશ્વર પૂજારાએ WTCની ફાઇનલ ઉપરાંત સમગ્ર ટૂર્નામેન્ટમાં નિરાશ કર્યા. ફાઇનલની વાત કરીએ તો પૂજારા પહેલી ઇનિંગમાં 8 અને બીજી ઇનિંગમાં 15 રન જ કરી શક્યો. પૂજારા ક્યારે પણ ક્રીઝ પર મક્કમ ન જોવા મળ્યો. જેના કારણે બીજા બેટ્સમેનો પર દબાણ વધ્યું. આ ઉપરાંત તેણે ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરનો કેચ છોડ્યો. આ કેચ ભારત માટે નિર્ણાયક સાબિત થઈ શકે એવો હતો. નોંધનીય છે, સમગ્ર ચેમ્પિયનશીપમાં પૂજારાએ 18 ટેસ્ટ મેચોમાં માત્ર 28.03ની સરેરાશથી 841 રન કર્યા છે.

પંતે WTCમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલમાં તેની એ જ ભૂલો સામે આવી જેની હંમેશા ટીકા થતી રહેતી હોય છે. પંતે ફાઇનલની બંને ઇનિંગમાં પોતાની વિકેટ ખુબ જ ખરાબ શોટ મારીને ગુમાવી. પહેલી ઇનિંગમાં તે ખરાબ બોલમાં આઉટ થયો. તો બીજી ઇનિંગમાં પંતે 41 રન કર્યા પરંતુ ફરી એક વાર ખરાબ શોટ રમીને મહત્ત્વના સમયે આઉટ થઈ ગયો. પંત આઉટ થતાં જ લોઅર ઓર્ડર ધ્વસ્ત થઈ ગઈ.

જસપ્રીત બુમરાહને ભારતનો સૌથી મોટો સ્ટ્રાઇક બોલર માનવામાં આવે છે પરંતુ તે WTC ફાઇનલ ફ્લોપ સાબિત થયો. બુમરાહ ફાઇનલમાં એક પણ વિકેટ ન લઈ શક્યો. બુમરાહ યોગ્ય લાઇન અને લેન્થ પ્રાપ્ત ન કરી શક્યો જેના કારણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ક્રીઝ પર સેટ થવાની તક મળી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat