Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 10-12ની પરીક્ષા ફીઝીકલ ના લેવા CBSE-ICSE અને અનેક રાજ્યોના બોર્ડના વિદ્યાર્થીઓની SCમાં રીટ

10-12ની પરીક્ષા ફીઝીકલ ના લેવા CBSE-ICSE અને અનેક રાજ્યોના બોર્ડના વિદ્યાર્થીઓની SCમાં રીટ

0
6

દેશમાં એક તરફ કોરોના સંક્રમણ હવે અંતિમ તબકકામાં છે અને શાળા-કોલેજો ખુલવા લાગ્યા છે તે સમયે દેશના પંદર રાજયોના ધો.10 અને 12ના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન તથા ઈન્ડીયન સર્ટીફીકેટ ઓફ સેકન્ડરી એજયુકેશન અને અનેક રાજયોના સ્થાનિક બોર્ડના વિદ્યાર્થીઓએ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને આ વર્ષની ધો.10 અને 12ની પરીક્ષા ઓફલાઈન એટલે કે ફીઝીકલ ન યોજાય તેવી માંગણી કરી છે.

આ વિદ્યાર્થીઓએ સુપ્રીમકોર્ટમાં બાળ અધિકારી એકટીવિસ્ટ અનુભા શ્રીવાસ્તવ સહાય અને સ્ટુડન્ટ યુનિયન ઓફ ઓડીસાના માધ્યમથી આ અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તમામ બોર્ડ તેની પરીક્ષાના પરિણામ સમયસર જાહેર કરે અને વિદ્યાર્થીઓને કોવિડમાં જે મુશ્કેલી પડી છે તેથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઈમ્પ્રુવમેન્ટ એકઝામની તક અપાય તે પણ માંગણી કરી છે.

એપ્રિલના આખરી સપ્તાહમાં આ પરીક્ષા યોજાવાની છે તે સમયે સુપ્રીમકોર્ટ સમક્ષ આ માંગણીથી હવે નવો વળાંક આવ્યો છે. જો કે જે રીતે તમામ રાજયોમાં સામાન્ય પરીસ્થિતિ સર્જાઈ રહી છે. તે જોતા આ માંગણી સ્વીકારાશે કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત અરજીમાં તમામ યુનિ.ઓ તેમના એડમીશન સહિતની પ્રક્રિયા એક જ સાથે ચાલુ કરે તેવો આદેશ આપવાની પણ માંગણી પણ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat