Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ, કિંમત 53 કરોડ રૂપિયા

વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ, કિંમત 53 કરોડ રૂપિયા

0
180

નવી દિલ્હી: ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે વિશ્વની સૌથી મોંઘી બેગ ડિઝાઇન કરી છે. કંપનીએ તાજેતરમાં જ આ બેગ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે. બેગને સમુદ્ર બચાવવા જાગૃતિ અભિયાન હેઠળ બનાવવામાં આવી છે.

હકીકતમાં લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસીએ 6 મિલિયન યુરો (અંદાજો 53 કરોડ રૂપિયા)ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. શાઇનિંગ લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ સોનાની પતંગિયા લગાવવામાં આવ્યા છે. બેગનું નિર્માણ સમુદ્ર પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું છે.

બોરીની મિલેસીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે સમુદ્રની રક્ષા અને જાગૃતિ લાવવા માટે અમે અમારી બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. આ બેગ 6 મિલિયન યુરોની છે. તેમા આગળ લખ્યું છે કે તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે.

આ પણ વાંચો: બે કરોડથી વધુ બાળકીઓના શાળાકીય શિક્ષણને ફટકો મારી શકે છે કોરોના

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક વીડિયોના માધ્યમથી આ બેગની સુંદરતા બતાવવામાં આવી છે. હળવા વાદળી રંગના દેખાતા આ બેગમાં સોનાની પતંગિયા પણ લગાવવામાં આવી છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય આ બેગ બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસી બેગ બનાવતી બ્રાન્ડ છે. કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ બતાવવામાં આવી છે. ઘણી બેગના ભાવ પણ ત્યાં લખ્યા છે. આ નવી બેગની કિંમત હાલમાં ચર્ચામાં છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9