Gujarat Exclusive > દેશ-વિદેશ > રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનથી ભારતના 4 કરોડ પ્રવાસી મજૂરો પર માઠી અસર: વર્લ્ડ બેંક

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનથી ભારતના 4 કરોડ પ્રવાસી મજૂરો પર માઠી અસર: વર્લ્ડ બેંક

0
202

નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે, ત્યારે આ જીવલેણ વાઈરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. ભારતમાં ગત એક મહિનાથી લાગૂ રાષ્ટ્રવ્પાપી લૉકડાઉનથી દેશના 4 કરોડ પ્રવાસી મજૂરોને વ્યાપક અસર થઈ છે. વિશ્વબેંકે બુધવારે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે, ભારતમાં લૉકડાઉનથી દેશના લગભગ 4 કરોડ આંતિરક પ્રવાસી મજૂરોની આજીવિકા પર અસર પડશે. છેલ્લા થોડા દિવસો દરમિયાન 50 થી 60 હજાર લોકો શહેરી વિસ્તારો છોડીને ગ્રામીણ ક્ષેત્રો તરફ ચાલ્યા ગયા છે.

‘પ્રવાસી’ની દ્રષ્ટિથી કોરોના વાઈરસ સંકટ (Covid-19 Crisis Through A Migration Lens) નામના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આંતરિક પ્રવાસની સંખ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાસની સરખામણીએ અઢી ગણી વધી છે. લૉકડાઉનના પગલે નોકરી છૂટી જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ભારત અને લેટિન અમેરિકાના અનેક દેશોમાં મોટા પાયે આંતરિક પ્રવાસીઓને પરત ફરવું પડ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે રોકડ આર્થિક મદદ અને અન્ય સામાજિક કાર્યક્રમો મારફતે આવા પ્રવાસીઓની મદદ કરવી જોઈએ. વિશ્વબેંકે જણાવ્યું કે, કોરોના વાઈરસના સંકટે દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય અને આંતરિક બન્ને પ્રવાસોને અસર કરી છે.

આ સાથે જ વિશ્વબેંકે કહ્યું છે કે, કોરોના વાઈરસ મહામારીના પગલે આ વર્ષે ભારતમાં વિદેશોથી મોકલવામાં આવતા રૂપિયાનું પ્રમાણ 23 ટકા ઘટીને 64 અબજ ડોલર રહેવાની આશંકા છે. જે ગત વર્ષ 83 અબજ ડોલર હતું. આ રિપોર્ટ પ્રવાસ અને રૂપિયા મોકલવા પર કોરોનાની અસર સંદર્ભે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારી અને તેને પગલે લાગૂ લૉકડાઉનના કારણે આ વર્ષે સમગ્ર વિશ્વમાં પૈસા મોકલવામાં 20 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. રિપોર્ટ પ્રમાણે, આ ઘટાડો હાલના ઈતિહાસમાં સૌથી અધિક છે અને ખાસ કરીને પ્રવાસી મજૂરોના પગાર અને રોજગારમાં કમીના કારણે આમ થશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

‘મહામારીની માર લાવશે મહામંદી, વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.9 ટકાથી નીચે જશે’