Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજે વર્લ્ડ વિશ ડેઃ ઢીંગલી અને કિચન સેટની ગીફ્ટ મળતા ૫ વર્ષીય જીયાના ચહેરા પર સ્મિત રેલાયુ ..

આજે વર્લ્ડ વિશ ડેઃ ઢીંગલી અને કિચન સેટની ગીફ્ટ મળતા ૫ વર્ષીય જીયાના ચહેરા પર સ્મિત રેલાયુ ..

0
48
  • સુરતના 8વર્ષીય નૈતિકે એક દિવસ માટે આર્મી યુનિફોર્મ પહેરી જવાન હોવાનો અનુભવ કર્યો
  • ગંભીર-જીવલેણ બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છા પૂરી કરતું “મેક અ વિશ ફાઉન્ડેશન”
  • કોરોના કાળના એક વર્ષમાં રાજ્યના 1600 થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આવી

ગાંધીનગરઃ આજે 29મી એપ્રિલ એટલે વર્લ્ડ વિશ(world wish day) ડે છે. ગંભીર-જીવલેણ બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છા “મેક અ વિશ ફાઉન્ડેશન” (Make a Wish Foundation)દ્વારા પુરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કોરોના કાળના એક વર્ષમાં રાજ્યના 1600થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આવી છે.

5 વર્ષીય જિયા બારીયાને બરકીટ લિમ્ફોમા કેન્સર

કોરોના મહામારીના આ કપરા કાળમાં ડિસેમ્બર મહિનામાં જ અમદાવાદ શહેરની 5વર્ષની દિકરી જીયા બારીયાના પરિવારને ખબર પડી કે દિકરી જિયાને બરકીટ લિમ્ફોમાં નામનું કેન્સર છે… જે સાંભળી પરિવાર પડી ભાંગ્યો.અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી.

આ પણ વાંચોઃ ‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો…’-કાઉન્સેલરો દ્વારા દર્દીઓને અપાતી મનોચિકિત્સક સારવાર

જાન્યુઆરી મહિનામાં પહેલી સર્જરી કરાવી.ત્યારબાદ જીયા હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મેક અ વિશ સંસ્થામાંથી વિવિધ મહિલાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી.. આવી અતિગંભીર બિમારીમાંથી પસાર થઇ રહેલા બાળકોની મુલાકાત લઇ તેમના ચહેરા પર સ્મિત લાવવા તેમની ઇચ્છાઓ જાણી અને તે પુરી પણ કરે છે.

જિયાને ઢીંગલી અને કિચન સેટ જોઇતી હતી

જિયાને ઢીંગલી અને કિચન સેટ જોઇતી હતી. મેક અ વિશ (world wish day)ફાઉન્ડેશને જીયાની આ ઇચ્છા પૂરી કરી હતી. હવે જીયાની એક જ ઇચ્છા છે કે આ કેન્સર નામની બિમારીમાંથી જલ્દીથી જલ્દી તે સાજી થઇને અન્ય બાળકોની જેમ હું પણ રમી શકું…

આવો જ એક અન્ય કિસ્સો સુરત શહેરના 8 વર્ષીય નૈતિક પાટીલ સાથે બન્યો જે એક અતિગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે અને સુરત સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

world wish day. Naitik

world wish day. Naitik

નૈતિકની આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવાની ઇચ્છા છે અને એક દિવસ આર્મીનો યુનિફોર્મ-ગણવેશ પહેરવાની ઇચ્છા ધરાવે છે. જે માટે આ સંસ્થાએ વડોદરાના આર્મી કેમ્પમાં સંપર્ક કરીને તેની આ ઇચ્છાપૂર્તિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંવેદનશીલ આર્મીએ પ્રસ્તાવનો સ્વીકાર કરીને નૈતિકને આર્મીનો ગણવેશ પહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં નૈતિકને આર્મીમાં સેલ્યુટ કેમનું કરવું,સાવધાન અને વિશ્વામની સ્થિતિ સમજાવીને તેનું અનુકરણ કરાવવામાં આવ્યું.

આ પણ વાંચોઃ કોંગ્રેસ બાદ શંકર સિંહ ‘બાપુ’એ પણ સાથે મળી કોરોનાનો સામનો કરવા CMને લખ્યો પત્ર

આ મેક એ વિશ સંસ્થા દ્વારા અન્ય કોઇ બિમારીથી પીડાતા બાળકો કે જેમના જોડે જીવનપર્યત ખૂબ જ ઓછા દિવસ હોય, બિમારીની ગંભીરતા ઘણી હોય પરંતુ જીવનમાં એક ઇચ્છા હોય જે તેઓ પૂરી કરવા માંગતા હોય.
જીવનપર્યત માનવશરીર ઇચ્છાઓથી ઘેરાયેલું રહે છે. જીવનનિર્વાહ કરતા કરતા વ્યક્તિ ઘણી ઇચ્છાપૂર્તિ કરવા પાછળ જીવનભર દોડતો રહે છે તે છતાં પણ ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જાય છે.

અમેરિકાની “મેક અ વિશ” સંસ્થાની પ્રસંશ્નીય કામગરી

ઉલ્લેખનીય છે કે આજનો 29 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ”(world wish day)તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35થી વધુ દેશમાં કાર્યરત છે. ખાસ કરીને3 થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર અથવા તો અન્ય કોઇ જીવલેણ બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ ખેલી રહ્યા હોય. આવા બાળકોની જીવનમાં રહેલી ઘણી ઇચ્છાની પૂર્તિ માટે આ સંસ્થા કાર્ય કરે છે.

કોરોનાકાળનાં એક વર્ષમાં 1600 બોળકોની વિશ પુરી કરી

ભારત દેશમાં પણ 1996થી આ સંસ્થા કાર્યરત છે. છેલ્લા 23 વર્ષમાં 8500થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આ સંસ્થા સફળ રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા એક વર્ષમાં ફક્ત ગુજરાતમાં જ 1600થી વધુ બાળકોની વિશ પૂરી કરવામાં આ સંસ્થા સફળ રહી છે. આટલી મોટી સંખ્યામાં બાળકોની ઇચ્છા પૂર્તિ કરીને સ્વપ્નને સાકાર કરીને અગણ્ય બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય આ સેવાભાવી સંસ્થા એ કર્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત એક્સક્લૂઝિવ ઇમ્પેક્ટ : અમદાવાદની દરેક હોસ્પિટલમાં આધારકાર્ડ વિના કોરોનાના દર્દીઓને દાખલ કરી શકાશે

મેક આ વિશ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ડૉ. અનિલ ખત્રી કહે છે કે,ગંભીર અને જીવલેણ બીમારીથી પીડાતા બાળકોની ઈચ્છા પૂર્તિ કર્યા બાદ આવા બાળકોમાં જીવન જીવવાની નવીન ઊર્જાનો ઉદય થતા જોવા મળ્યો છે.ઘણા કિસ્સામાં નાનામા નાની ઈચ્છાઓ પૂરી થતાં તેઓ હર્ષોલ્લાસ સાથે આગામી જીવન સરળતાથી પસાર કરતા જોવા મળ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat